દિલ્હી (ઇસ્ટ) નો યુવાન દિપકકુમાર પ્રેમદાસ ઉ.વ. 30 છવર્ષ પહેલા દિલ્હીથી ગુમ થયેલ. પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. તે જુદા-જુદા રાજ્યોમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો.
આખરે તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકો અશોકભાઇ જૈન તથા ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ તેની ખૂબ જ સારી સેવા કરી.
માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય આપી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં સારવાર કરાવતાં તે જલ્દી સ્વસ્થ બન્યો હતો.
દિલ્હી પોલીસની મદદથી તેનું ઘર-પરિવાર શોધવામાં સંસ્થાને સફળતા મળી હતી. સમાચાર પ્રાપ્ત થતાં જ તેનાં ૮૫ વર્ષીય પિતા ભુજ આવી પહોંચી પુત્ર દિપકકુમારનો કબ્જો લઇ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. પિતા પુત્રનું છ વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આજે તે ૩૬ વર્ષનો થઇ ગયો છે. અનેક દુઃખો મુશ્કેલીઓનો સામનો કરનાર આ યુવાન
આખરે પોતાના ઘર-પરિવાર સુધી પહોંચ્યો છે.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી,રફીક બાવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા.

