માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગો વચ્ચે કરવામાં આવી હતી.
હાથમાં તિરંગો લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો તિરંગાયાત્રામાં જોડાઇ અને દેશભક્તિનાં ગીતો રજુ કર્યા હતા.
પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહેદવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, ભુપેન્દ્ર બાબરીયા, નીતીન ઠક્કર, માવજીભાઇ આહિર, રીતુબેન વર્મા, આરતી જોષી તથા રઘુવંશીનગર મહિલા મંડળનાં માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી, કંચનબેન ગોર સહિતનાં મહિલા મંડળનાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વતંત્રતા પર્વ દિન નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન લીલાબેન બાબુભાઇ પટવા પરિવાર માંડવી, ભુપેન્દ્રભાઇ વોરા-મુંબઇ અને ચાંદુબેન પોપટલાલ પટવા માંડવી પરિવારો દ્વારા કરાવવામાં આવેલ.
માનસિક દિવ્યાંગોએ એક સરખા ડ્રેસમાં સજ થઇ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ આનંદ ભેર ઉજવ્યો હતો.