માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની 11 સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે. માનસિક દિવ્યાંગોની સેવા કરતી બાયડ,આણંદ, સૂરત, સોમનાથ, મહુવા, પાલીતાણા, મોરબી, સાવરકુંડલા, રાપર, ભચાઉ, ગાંધીધામની સંસ્થાઓ સાથે મળીને ત્યાંની સંસ્થાઓનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી કાઉન્સ્લીંગ કરી તેમનું રાજ્ય, શહેર, ગામ પરિવાર શોધી આપી તેમનાં પરિવાર સાથે ફેર મિલન કરાવવામાં આવે છે.
અત્યાર સુધીમાં ગુજરાતની 11 સંસ્થાઓનાં 450 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોનું પરિવારજનો સાથે માનવજ્યોત સંસ્થાએ ફેર મિલન કરાવ્યું છે. આ કાર્ય માટે માનસિક દિવ્યાંગોની સેવા કરતી સંસ્થાઓ તથા દરેક રાજ્યની પોલીસ ખૂબ જ મદદરૂપ બને છે. ગુજરાતની 11 સંસ્થાઓનાં 450 માનસિક દિવ્યાંગો તથા કચ્છમાંથી રસ્તે રઝળતા મળેલા 2050 માનસિક દિવ્યાંગો મળી કુલ્લે 2500 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ફરીવાર પરિવાર મળ્યો છે. ગુમ થયેલા અને માનવજ્યોત સંસ્થાએ શોધી કાઢેલા માનસિક દિવ્યાંગો જ્યારે વર્ષો પછી પરિવારને મળે છે. ત્યારે પરિવારજનોની ખુશી બેવડાઇ જાય છે.
માનવતાનાં આ કાર્યમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષી, રફીક બાવા, રીતુબેન વર્મા સહભાગી બન્યા હતા.