ભુજ શહેર સંસ્કારનગર એસ.ટી. વર્કશોપ સામે આવેલા યોગીરાજપાર્ક નજીક એક પરિવારની માનસિક દિવ્યાંગ મહિલાનું અવસાન થતાં માનસિક દિવ્યાંગ પરિવારની મદદે ભુજની માનવજ્યોત સંસ્થા આવી હતી.
માનસિક દિવ્યાંગપત્ની રતનબેન આલા તુરી ઉ.વ. ૪૫ નું અવસાન થયું હતું. ઘરમાં અડધો દિવસ લાસ એમજ પડી રહી હતી. પતિ અને દીકરી બંને માનસિક દિવ્યાંગ એ પણ રૂમમાં સૂતેલા હતા. ભુજનાં મહારાજા પાઉંભાજીએ માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને જાણ કરી હતી કે, યોગીરાજ પાર્ક પાસેનાં ત્રીજા મકાનમાં કોઇક મહિલા બિમાર કે મૃતહાલતમાં જણાય છે. માનવજ્યોતની ટીમઘટનાં સ્થળે પહોંચી જઇ પરિવારજનો અને પાડોશીઓનાં મંતવ્ય જાણ્યા હતા. આજુબાજુનાં રહેવાસીઓ અને પાડોશીઓએ તેની અંતિમક્રિયા માટે માનવજ્યોતને મદદરૂપ બનવા જાણ કરી.
રામભાઇ ગઢવી, ભૌમિકભાઇ વચ્છરાજાની તથાબાપા સીતારામસેવા સમિતિ (મઢુલી) પણ સહયોગી બન્યા.
શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, મનોજ ચૌહાણ, દેવદાન ગઢવી, પરેશભાઇ ઠક્કરે મૃતદેહનો અગ્નિદાહ ખારીનદી સ્મશાન ગૃહ મધ્યે કરી માનવતાનું ઉદાહરણ પુરૂં પાડ્યું હતું.

