નારી શક્તિ મહિલા મંડળ માધાપરનાં 32 બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબંધન કરી તેઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
મંડળનાં સ્થાપક તુષારીબેન વેકરિયાએ જણાવેલ કે, આપણે આપણાં પરિવાર સાથે પર્વ ઉજવતા હોઇએ છીએ. પણ અહીં નજાનંદો, મસ્તરામો સાથે સંગીતનાં સથવારે પર્વ એમની સાથે રહીને ઉજવવામાં આવ્યો જેનો મંડળનાં દરેક બહેનોને આનંદ છે. તેઓ જલ્દી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઉષાબેન મચ્છર દ્વારા કરવામાં આવેલ. માનસિક દિવ્યાંગોને રક્ષા બાંધી ફળ-ફ્રુટ વિતરણ કરવામાં આવેલ. પવિત્ર શ્રાવણ માસનું સત્સંગ અને સેવાકાર્ય મસ્તરામો વચ્ચે રહીને કરવામાં આવેલ.
માનવજ્યોત સંસ્થા વતી પ્રબોધ મુનવર,સુરેશભાઇ માહેશ્ર્વરી અને પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર માનેલ.