મહારાષ્ટ્રનો ગુમ યુવાન ૧ વર્ષે મળ્યો બંને ભાઇઓનું થયું મિલન

મહારાષ્ટ્રના સાંગલી શહેરનો યુવાન ઉંમર વર્ષ ૨૩ જે એક વર્ષ પહેલા ગુમ થયો હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી.

આખરે તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેની સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો.

આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરી તેનું ઘર અને પરિવાર શોધી કાઢતાં તેનો ભાઇ તાબડતોડ ભુજ આવી પહોંચ્યો હતો. એક વર્ષ પછી બંને ભાઇઓનું મિલન થતાં બંનેની આંખો અશ્રુભીની બની હતી. એક વર્ષનાં દુઃખ બાદ યુવાન પોતાનાં ઘરે પહોંચ્યો છે. પરિવારજનો સાથે ફેરમિલન થયું હતું.

માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, સહયોગી બન્યા હતા.