સ્વ. ભાનુભાઇ મનજી ઠક્કરની પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનો દ્વારા, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ.
આશ્રમની પ્રથમ વખત મુલાકાતે આવેલ શ્રી ધીરેનભાઇ ઠક્કરે માનવજ્યોતની માનવસેવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. પૂર્વનગર સેવક ધીરેનભાઇ ઠક્કર સાથે પૂર્વ નગરસેવક ફકીર મામદ કુંભાર, હીરેશ ઠક્કર, રાહુલ ગોસ્વામી સાથે રહ્યા હતા.
આશ્રમની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓથી ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થા વતી પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ આભાર વ્યક્ત કર્યો હતો.

