જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ, કચ્છ જીલ્લા પંચાયત જીલ્લા આયુર્વેદ શાખા ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પાલારા ખાસ જેલના કેદી ભાઈ-બહેનોને કોરોના સામે રક્ષણ મેળવવા અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમઉકાળો પીવડાવવામાં આવેલ. રોગ પ્રતિકાર શક્તિઓ વધારવા હોમિયોપેથીક ગોળીઓ આપવામાં આવેલ. તેમજ કોરોના સામે પ્રોટેકશન રૂપે દરેકને માસ્ક આપવામાં આવેલ.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી અને સિનિયર સિવિલ જજ એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન.પટેલ સાહેબ, જીલ્લા આયુર્વેદીક અધિકારી શ્રી કમલેશભાઈ જોષી અને પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ રાવ, જેલર શ્રી વી.આર.રાઓલ, સુબેદાર કિશોરભાઈ ઝાલાનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ પાલારા ખાસ જેલ મધ્યે યોજાયો હતો.
હોમિયોપેથીક ડો. પ્રતિક્ષાબેન પવાર, પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવા તેમજ ઇલાબેન વૈષ્ણવ અને આરતીબેન જોષીએ સેવાઓ આપી હતી.

