ભુજ શહેર સંસ્કારનગર એસ.ટી. વર્કશોપ સામે આવેલા યોગીરાજપાર્ક નજીક એક પરિવારની માનસિક દિવ્યાંગ મહિલાનું અવસાન થતાં માનસિક દિવ્યાંગ પરિવારની મદદે ભુજની માનવજ્યોત સંસ્થા આવી હતી. માનસિક દિવ્યાંગપત્ની રતનબેન આલા તુરી ઉ.વ. ૪૫ નું અવસાન થયું હતું. ઘરમાં અડધો દિવસ લાસ એમજ પડી રહી હતી. પતિ અને દીકરી બંને માનસિક દિવ્યાંગ એ પણ રૂમમાં સૂતેલા હતા. […]
Category Archives: પ્રવૃત્તિઓ
નવલી નવરાત્રીનાં આઠમનાં દિવસે હનાષ્ટમિ, દુર્ગાષ્ટમિનિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિરો, સમાજવાડીઓમાં મહાપ્રસાદ યોજાયા હતો. વધી પડેલો પ્રસાદ માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડ્યો હતો. માધાપર, વરલી, પદ્મર, ડગાળા, નાગોર, રતનાલ, સાપેડા, સુખપર, ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિર, ઉમિયા માતાજી મંદિર સુરલપીટ, રાજગોર સમાજવાડી-ભુજ, સ્થળેથી વધી પડેલી રસોઇ એકઠી કરી ગરમઅને તાજી રસોઇ ગરીબોનાં […]
ઉત્તરપ્રદેશનાં જાલૌન જીલ્લા, ઉરઇ તાલુકાનાં બોહદપુરા ગામના ૭૫ વર્ષિય વૃદ્ધ મહિલા મીથીલાદેવી બાલકૃષ્ણ શુક્લા છ વર્ષ પહેલા વર્ષ -૨૦૧૬ માં ગુમથયા હતા. ધનવાન પરિવારનાં વડીલ ગુમથતાં પરિવારજનોએ તેમની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાં મુશ્કેલી વેઠી આખરે આ વૃદ્ધ ભુજ પહોંચ્યા હતા. પગેચાલી ભુજ નજીકનાં નાગોર ગામે પહોંચ્યા હતા. અને નાગોર ગામનાં આઠ દિવસનાં મહેમાન […]
સ્વર સંસ્થા ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને અલ્પાહાર કરાવી ઠંડા પીણા અપાતાં માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સ્વર સંસ્થાનાં સ્થાપક દિર્શિતાબેન પંકજ કનાડા, દેવાંશીબેન ગઢવી, રીમાબેન પટેલ, દિપાલીબેન ઝાલા, સોનલબેન ભરતવાલા, બંસરીબેન પરમાર અને નેહાબેન પંડયાએ નવલી નવરાત્રિ નિમિત્તે માનસિક દિવ્યાંગોને રાસ રમાડ્યા હતા. સંગીતના સથવારે આશ્રમનાં માનસિક […]
કેરા-કચ્છનાં ખોજા અજીજ સુલ્તાનઅલીએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લઇ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી માનવજ્યોતને રૂા. ૧૧ હજારનું અનુદાન આપ્યું હતું. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવાએ દાતાશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અજય ધનજી દુધાત ઉ.વ. ૩૩ સૂરતથી પાંચ વર્ષ પહેલા ગુમથયો હતો. તે રખડતો-ભટકતો અન્ય રાજ્યોમાંથી થઇ ભુજ પહોંચ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને તે ભુજનાં જુના એસ.ટી. બસ સ્ટેશનેથી મળ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છમધ્યે રાખી તેની સારવાર શરૂ કરાઇ હતી. તે સ્વસ્થ બનતાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા નવલી નવરાત્રીએ નવ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા-ફરતા કરાયા હતા. દાતાશ્રી રમેશ એન્ડ લાલજી નારાણ દેવજી વરસાણી પરિવાર સામત્રા હાલે લંડન, પ્રશુન રમેશ નારાણ વરસાણી તથા પનીશા લાલજી નારાણ વરસાણી લગ્નતિથિ નિમિત્તે સામત્રા-કચ્છ દ્વારા ૪, સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાનનગર દ્વારા-૨ તથા માનવજ્યોત-ભુજ દ્વારા-૩ મળી […]
શ્રી ગોસ્વામી મહિલા મંડળ માધાપર-કચ્છ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને શ્રાદ્ધનિમિત્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. ગોસ્વામી મહિલા મંડળ માધાપરનાં પ્રમુખ સાવિત્રિબેન ગોસ્વામી, ગીતાબેન, જોશનાબેન ,ભાવનાબેન, હીનાબેન સહિતનાં હોદેદારોએ શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લઇ ખુશી વ્યક્ત કરી હતી અને મસ્તરામોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. આશ્રમસ્થળે શ્રાદ્ધપક્ષ નિમિત્તે સ્વજનોની આત્માની […]
ગાંધી જયંતિ નિમિત્તે માનવજ્યોત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ તથા જીવન જ્યોત કેન્સર રિલીફ એન્ડ કેર ટ્રસ્ટ મુંબઇ દ્વારા જૈન ભવન પાલડી મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યની વિવિધ સેવાભાવી સંસ્થાઓનું બહુમાન કરવામાં આવેલ. ગુજરાત સરકારના પૂર્વ અગ્રસચિવ શ્રી પી.કે. લહેરીસાહેબ, કુલીનકાન્તભાઇ લુઠીયા, હરખચંદભાઇ સાવલા, પ્રતાપભાઇ દંડ, મુળરાજભાઇ હરિયાણી, જીતુભાઇ શેઠ, અચૂતભાઇ મહેતા, પરષોત્તમભાઇ પંચાલ, નાનકભાઇ ભટ્ટ તથા […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે પરશુરામમહિલા મંડળ ભુજ દ્વારા સેવાશ્રમનાં મસ્તરામોને ભોજન કરાવવામાં આવેલ. પરશુરામમહિલા મંડળનાં જિલ્લા પ્રમુખ દિપ્તીબેન ગોરનું માનવજ્યોત સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવેલ. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇજોષી, આનંદ રાયસોની આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ધવલભાઇ વ્યાસ, […]









