માનવજ્યોત દ્વારા અધિકમાસની વિવિધ સેવાઓ સાથે થઇ રહેલી ઉજવણી

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અધિકમાસ (પુરૂષોત્તમમાસ) ની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી રહેલ છે. વિવિધ પરિવારો આશ્રમે પધારી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી ધન્યતા અનુભવી રહ્યા છે.  ભુજ સ્વામિનારાયણ મંદિર, ભુજ કબીર મંદિર, કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, રામદેવપીર મંદિર લાખોંદ, દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસાયા હતા. માધાપરનાં સ્વ. […]

શંકર રાઠોડ, મીરખાન મુતવાને અંજલિ અપાઇ

કચ્છના જાણીતા ક્રિકેટર શ્રી શંકરભાઈ રાઠોડનું તથા બન્ની વિસ્તારનાં આગેવાન મીરખાનભાઈ મુતવાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તેઓને અંજલિ અપાઈ હતી. શંકરભાઈ રાઠોડ વર્ષોથી ક્રિકેટ ક્ષેત્રે અનોખું પ્રદાન આપ્યું હતું. કોઠારા મધ્યે ડાભી ટુર્નામેન્ટમાં પણ વર્ષો સુધી રમ્યા હતા. બન્ની વિસ્તારમાં શિક્ષણક્ષેત્રે અનેરી જ્યોત જલાવનાર શ્રી મીરખાનભાઈ મુતવાની સેવાઓ અનેરી […]

કોરોના સંકટ વચ્ચે ૩૦૦ તુલસીરોપા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા મીનાક્ષીબેન વાઘેલા માધાપરનાં સહકારથી ૩૦૦ પરિવારોને કોરોના વાયરસ સંકટ વચ્ચે તુલસીરોપા વિતરણ કરાયા હતા.  તુલસીનું મહત્વ સમજાવવામાં આવેલ. કોરોના સંકટમાં તુલસી ખૂબ જ ઉપયોગી બની છે. દરરોજ પાંચ પાંદડા ચાવીને ખાઈ જવાથી રોગ પ્રતિકાર શક્તિઓમાં વધારો થાય છે. તેમજ ઘર આંગણે તુલસીવૃક્ષને શુભ ગણવામાં આવે છે.  માનવજ્યોત દ્વારા […]

અધિકમાસ નિમિત્તે ૪૦ કિલો બટેટા-પૌવા ગરીબોનાં ઝુંપડે વિતરણ કરાયા

કોરોના વાયરસથી પેદા થયેલ સંકટ વચ્ચે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલ અને ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા પરિવારો સુધી પહોંચી જઈ ભૂખ્યાને ભોજન કરાવતી માનવજ્યોત સંસ્થાને માતંગી કેટરર્સ બટુક મારાજનાં માર્ગદર્શન હેઠળ રસોડામાં કામકરતા બહેનો દ્વારા અધિક માસ નિમિત્તે ૪૦ કિલો બટેટા પૌવા તૈયાર કરીને આપવામાં આવતાં, સંસ્થાએ સ્વાદિષ્ટ બટેટા-પૌંવા ગરીબોનાં ઝુંપડે પહોંચાડતાં […]

કોરોના સંકટમાં પણ સંસ્થાએ ૧૫ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરી

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના સંકટમાં ૧૫ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું–સાવકું ન મળતા, પોલીસ રિપોર્ટ અને મૃત્યુ પ્રમાણપત્ર માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, રસીક જોગી, વિક્રમ સથવારાએ શાસ્ત્રોક્તવિધિ સાથે તેઓની અંતિમક્રિયા કરી હતી.  માનવતાના આ કાર્યમાં રોટરી ફલેમિંગો […]

માનવજ્યોત દ્વારા માટલા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ભુજ શહેરનાં જેષ્ઠાનગર, ડી.પી. ચોક વિસ્તારમાં જરૂરતમંદ મહિલાઓને ઠંડા પાણી માટે માટીનાં માટલા વિતરણ કરાયા હતા. વિતરણ વ્યવસ્થા અનીતાબેન ઠાકુરે સંભાળી હતી.

રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા માનવજ્યોતની સેવાઓ બિરદાવાઇ

કોરોના વાયરસ સંકટમાં જરૂરતમંદ લોકો વચ્ચે રહી, લોકોને મદદરૂપ થવા તથા ભૂખ્યાને ભોજન પહોંચાડનાર માનવજ્યોત સંસ્થા ભુજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી રાષ્ટ્રીય સેવા ભારતી ન્યુ દિલ્હી દ્વારા એક પ્રમાણપત્ર અર્પણ કરી સંસ્થાને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.  કોરોના વાયરસથી પેદા થયેલી પરિસ્થિતિમાં શરૂઆતથી અત્યાર સુધી જરૂરતમંદ લોકોની વિવિધ પ્રકારે સેવાઓ કરી સંસ્થાએ સેવાની જ્યોત સતત જલતી રાખી […]

મહારાષ્ટ્રનાં યુવાનનું ત્રણ વર્ષે થયું પરિવાર સાથે મિલન

મહારાષ્ટ્રનાં ખામગામ શહેરનો યુવાન જગદીશ બજરંગ પરદેશી ઉ.વ. ૩૪ છેલ્લા ૩ વર્ષથી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેનો કઈ અતોપતો ન મળતાં પરિવારજનો ખૂબ દુઃખી થયા હતા. ઘરે પત્ની તથા એક બાળક તેની રાહ જોઇ થાક્યા હતા.  ૭ મહિના પહેલાં તે માનવજ્યોત સંસ્થાને માંડવી શહેરમાંથી મળ્યો હતો. માનવજ્યોત સંસ્થાએ તેને સારી સારવાર આપતાં […]

યુવાને નોકરી મળતાં જ પ્રથમ પગાર સેવાકાર્ય માટે માનવજ્યોતને અર્પણ કર્યો

ભુજ તાલુકાનાં બળદીયા ગામનાં ર૩વર્ષિય યુવાન શંકર જેન્તીલાલ મકવાણાએ પોતાને સર્વિસ મળતાં પ્રથમ પગાર રૂા.૧૦ હજાર માનવજ્યોત સંસ્થાને સેવાકાર્ય માટે અર્પણ કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની વિવિધ માનવસેવા અને જીવદયાના પ્રવૃત્તિઓથી પ્રેરાઈ પોતાને નોકરી મળતાં જ પ્રથમ પગાર માનવજ્યોતને અર્પણ કર્યો હતો. સંસ્થાનાં શ્રીપ્રબોધ મુનવર તથા […]

જન્મદિનની અનોખી ઉજવણી કરાઇ

ભુજ નજીક આવેલા માધાપર નવાવાસના ઉપસરપંચ શ્રી અરજણભાઈ ભુડિયાએ પોતાનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન કરાવી જન્મદિનની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. તેમણે માનવજ્યોત સંસ્થા ભુજને જન્મદિન નિમિત્તે રૂા. ૨૧ હજારનું અનુદાન આપ્યું હતું. સંસ્થા સંચાલિત આશ્રમની મુલાકાત લઈ માનસિક દિવ્યાંગોની થઈ […]