અધિક માસનાં છેલ્લા દિવસે લોકોએ સ્વહસ્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવ્યું દરેક સમાજનાં લોકો જાેડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા અધિક માસનાં છેલ્લા દિવસ, પ્રથમ આસોવીદ અમાસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ પરિવારો શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચી, માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન  કરાવી, દાન-પૂન કરી અધિકમાસની પુર્ણાહુતિ કાર્યક્રમમાં જાેડાયા હતા. શાસ્ત્રોક્ત વિધિઓમાં જાેડાઇ પાવન બન્યા હતા. આશ્રમ મધ્યે માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. […]

માનવજ્યોત સંસ્થા ભુજને ૫૦ હજારનું અનુદાન અપાયું

યુનિસન ફાર્મા સ્યુટીકલ્સ પ્રા. લી. અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂપિયા ૫૦ હજારનું અનુદાન આપવામાં આવેલ. છેલ્લા પાંચ વર્ષથી માનવજ્યોત સંસ્થા ભુજને દર વર્ષે રૂા. ૫૦ હજારનું અનુદાન આપવામાં આવે છે. સંસ્થા દ્વારા ભુજ અને કચ્છમાં માનવસેવા-જીવદયા અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરીએ આભાર વ્યક્ત કર્યો હતો.

માનવજ્યોત સંસ્થાને અનુદાન અપાયું

સ્વ. પ્રમોદરાય એમ. મહેતાનાં આત્મશ્રેયાર્થે રમીલાબેન પી. મહેતા પરિવાર ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને માનસિક દિવ્યાંગોને ભોજનની કાયમી તિથિ માટે રૂા. ૧૧ હજારનું અનુદાન આપવામાં આવેલ. સેવાભાવી, હોમિયોપેથી ઉપચારક ડોકટર પ્રમોદભાઇની નિઃસ્વાર્થ સેવા બદલ એમની સ્મૃતિમાં માનવજ્યોતને ચેક અર્પણ કરવામાં આવેલ. તેમજ વસ્ત્રોનું દાન કરવામાં આવેલ. સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ આભાર માન્યો હતો.

માનવજ્યોત દ્વારા સ્ટીમવેપોરાઇઝર તથા હોમિયોપેથીક ગોળીઓનું વિતરણ કરાયું

કોરોના મહામારી સંકટ વચ્ચે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી રમેશભાઈ માધવજી ગોર ખાખર હાલે દેવલાલીનાં સહયોગથી જરૂરતમંદ લોકોને સ્ટીમવેપોરાઈઝર તથા રોગપ્રતિકાર શક્તિ વધારવા હોમિયોપેથીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.  નાક દ્વારા ગરમ વરાળ લેવાથી કોરોના સામે રક્ષણ મળે છે. તેમજ આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી પણ નીવડી છે. ત્યારે લોકોને સ્ટીમવેપોરાઈઝર […]

ઝુંપડાઓ-ભૂંગાઓમાં જઇ બાલિકાઓને ગરબા અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ભૂંગા-ઝુંપડા અને કાચા મકાનોમાં વસવાટ કરતી બાલિકાઓ પણ મા જગદંબાની આરાધના સાથે ઘેરબેઠા નવરાત્રી પર્વ ઉજવી શકે એવા હેતુ સાથે બાલિકાઓને દીવડા સાથે માટીનાં ગરબા અર્પણ કરાયા હતા. નવે નવ દિવસ દીવડામાં તેલ પૂરવા તથા નવલી નવરાત્રી ઘેર બેઠા ઉજવવા અને માતાજીની આરતી-ગરબા ઘેર બેસીને કરવા સમજ […]

પવિત્ર અધિક માસ નિમિત્તે વૃદ્ધોને વિશિષ્ટ ભોજન કરાવાયું

ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા મંજુલાબેન ઉપાધ્યાયનાં સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત “શ્રવણ ટીફીન સેવા,, વાહન દ્વારા સતત ત્રણ દિવસ સુધી ૧૦૦ એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ભોજન કરાવાયું હતું.  ઘેરબેઠા મિષ્ટાન સાથેનું ભોજન જમી વૃદ્ધ વડીલોએ ખુશી વ્યક્ત કરી હતી. ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજનાં સર્વે બહેનો આ કાર્યમાં જોડાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ […]

જન્મદિનની અનોખી ઉજવણી કરાઇ

કોરોના વાયરસનાં કારણે ઉભા થયેલા સંકટનાં કારણે દરેક પ્રવૃત્તિઓ અને ઉજવણીઓમાં પણ ફેર બદલાવ જોવા મળ્યો છે. અનેક વિધ લોકો અને પરિવારો સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરા પાડતા રહે છે.  જ્યોતિબેન મુકેશભાઈ ભટ્ટ નલીયા હાલે ભુજ તથા દિપ જયેશ છેડા કાંડાગરા હાલે ભુજ દ્વારા જન્મદિવસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ત્રણે ટાઈમનું ભોજન […]

૬૨ બાળાઓને નવા ડ્રેસ અર્પણ કરાયા

પવિત્ર અધિક માસની પૂર્ણાહુતિ, નવરાત્રી પ્રારંભે અને નજીક આવી રહેલ દિવાળી પર્વ પૂર્વે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની ૬૨ બાળાઓને દાતાશ્રી રેખાબેન ગોરધનભાઈ હીરજી પટેલ પરિવાર માધાપર દ્વારા દરેક બાળાઓને આપવા આ નવા ડ્રેસ સંસ્થાનાં સંચાલકોને અર્પણ કરાયા હતા. બાળાઓએ ખુશી વ્યક્ત કરી હતી.  આ પ્રસંગે દાતા પરિવારનાં ગોરધનભાઈ પટેલ, રેખાબેન પટેલ, માનવજ્યોતના પ્રબોધ મુનવર, આનંદ […]

રીન્યુપાવર કાું. નાં કર્મચારીઓએ ૧૦૦૦ કિલો ચોખા સંસ્થાને આપ્યા

રીન્યુપાવર કાું. ના કર્મચારીઓ દ્વારા અધિક માસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કર્મચારીગણને વિચાર આવ્યો કે, દાન-પુનનાં આ પવિત્ર માસમાં લોકોને પ્રેરણા મળે તેવું કાર્ય કરીએ.  રીન્યુ પાવર કાું. ના કર્મચારીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લીધી હતી. ત્યાં રહેતા માનસિક દિવ્યાંગોની જરૂરિયાત જાણી સંસ્થાને ૧૦૦૦ કિલો ચોખાનાં ૪૦ બાચકા અર્પણ કર્યા […]

માનવજ્યોતને ૨૫ હજારનું અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી માધાપરનાં સ્વ. લાલજીભાઈ જેઠાભાઈ ગોરસિયા પરિવાર દ્વારા સંસ્થાને રૂા. પચીસ હજારનું અનુદાન અપાયું હતું. દાતાશ્રી પરિવારે સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, લવભાઈ ઠક્કરે દાતા પરિવારનો આભાર માન્યો હતો.