ભુજમાં વરસાદ વચ્ચે ૪૦૦ જરૂરતમંદોને ભોજન પહોંચાડાયું.
ભુજમાં વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભુંગા-ઝુંપડાઓમાં રહેતા ૪૦૦ જરૂરતમંદો સુધી ફુલ ભોજન પહોંચાડાયું હતું. અને વરસાદમાં જરૂરતમંદો ભરપેટ જમ્યા હતા.
શીવજીભાઇ હાલાઇ મેઘપર દ્વારા ૩૦૦ તથા અપનાઘર માધાપર સ્થળેથી ૧૦૦જેટલા લોકો માટે તૈયાર રસોઇ માનવજ્યોતને આપવામાં આવતાં આ ભોજન જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવેલ.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, હિતેશ ગોસ્વામી, નરેશ તાજપરીયા, રાજેશ જોગી, રાજુ જોગી, ઇરફાન લાખા, અમૃતભાઇ ડાભીએ સંભાળી હતી.