માનવજ્યોતને અનુદાન અપાયું

ભુજ અને કચ્છમાં માનવસેવા, જીવદયા,પર્યાવરણ અને વ્યસનમુક્તિ ક્ષેત્રે કાર્ય કરતી ભુજની બાનવજ્યોત સંસ્થાને સૂરજપરનાં દાતાશ્રી અમૃતબેન મેપાણી દ્વારા રૂપિયા દોઢ લાખનો ચેક અર્પણ કરાયો હતો.આ પ્રસંગે દાતા પરિવારશ્રી તથા લાયન્સ કલબ ભુજનાં અભય શાહ ઉપસ્થિત રહ્યા હતા.

માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા આનંદ રાયસોનીએ આભાર માન્યો હતો.