માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ભૂંગા-ઝુંપડા અને કાચા મકાનોમાં વસવાટ કરતી બાલિકાઓ પણ મા જગદંબાની આરાધના સાથે ઘેરબેઠા નવરાત્રી પર્વ ઉજવી શકે એવા હેતુ સાથે બાલિકાઓને દીવડા સાથે માટીનાં ગરબા અર્પણ કરાયા હતા. નવે નવ દિવસ દીવડામાં તેલ પૂરવા તથા નવલી નવરાત્રી ઘેર બેઠા ઉજવવા અને માતાજીની આરતી-ગરબા ઘેર બેસીને કરવા સમજ પૂરી પાડવામાં આવી હતી. નવરાત્રી પર્વનાં પ્રારંભે માનવજ્યોત સંસ્થા શહેરનાં અનેક વિસ્તારોમાં ઝુંપડા-ભૂંગાઓ અને કાચા મકાનોમાં રહેતી બાલિકાઓ સુધી પહોંચી જઈ કોરાના મહામારી સંકટમાં ઘેર બેઠાં નવરાત્રી પર્વ ઉજવવાની અપીલ સાથે બાલિકાઓને ગરબા વિતરણ કર્યા હતા.
સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, દિપક મારાજ, આનંદ રાયસોની,દિપેશ શાહે વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.

