માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા પાલારા ખાસ જેલમાં કેદી ભાઈ-બહેનોને શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમધાબડા અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ રાવ, જેલર શ્રી વી.આર.રાઓલ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી ઉપસ્થિત રહ્યા હતા.

