કોરોના-ઓમિક્રોન સામે સાવધાની અને જાગૃતિરૂપે માનવજ્યોત દ્વારા નિઃશુલ્ક માસ્ક વિતરણ કરાયા

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા અંગ્રેજી નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં હરતા-ફરતા વાહન અને માઇક સીસ્ટમ સાથે લોકોને કોરોના તથા ઓમિક્રોન સામે જાગૃત બની માસ્ક અવશ્ય પહેરવાની સમજ સાથે નિઃશુલ્ક માસ્ક વિતરણ કરાયા હતા.

જ્યાં લોકોની ભારે ભીડભાડ રહે છે તેવા વિસ્તારોમાં જઇ જેમની પાસે માસ્ક નહોતા તેવા લોકોને માસ્ક પહેરાવાયા હતા. ત્રીજી લહેર આવે તે પહેલાં લોકોને જાગૃત કરાયા હતા અને માસ્ક વિતરણ કરાયા હતા. ભુજ શહેરનાં જયુબિલી ગ્રાઉન્ડ સ્થળેથી નિઃશુલ્ક માસ્ક વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. દિવસભર વાહન જુદા-જુદા વિસ્તારોમાં ફરી વળ્યું હતું અને લોકોને નિઃશુલ્ક માસ્ક વિતરણ કરાયા હતા.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રાજુ જોગીએ સંભાળી હતી.