કચ્છ ભાજપનાં પૂર્વ પ્રમુખશ્રીએ પોતાનો જન્મદિન માનસિક દિવ્યાંગો વચ્ચે ઉજવ્યો સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું

કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ અને રાજકોટ નાગરિક સહકારી બેંકનાં ચેરમેન શ્રી દિલીપભાઇ ત્રિવેદીએ 71 વર્ષની મંજલિ કાપી 72 માં વર્ષમાં પ્રવેશ કરતાં, પોતાનો જન્મદિન માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને મિષ્ટાન,ફરસાણ સાથેનું ભોજન સ્વહસ્તે જમાડીને ઉજવ્યો હતો. એડવોકેટ વિમલભાઇ મહેતા સાથે રહ્યા હતા.
માનવજ્યોત સંસ્થાનાં સેવાકાર્યને બિરદાવી સંસ્થાને અનુદાન આપ્યું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ તેઓશ્રીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી આભાર વ્યક્ત કરેલ.