ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદોને તૈયાર અને તાજું ભોજન માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેમનાં ઘર સુધી જઇ પીરસવામાં આવે છે. આ કાર્યને આગળ ધપાવવા જુદા-જુદા ગામો, સંસ્થાઓ, લોકો માનવજ્યોતને મદદરૂપ બની રહ્યા છે.
એક ગામ કે એક વિસ્તારમાંથી તૈયાર ભોજન બનાવી આપવાનું પૂરૂં થાય ત્યાં બીજા ગામ કે અન્ય વિસ્તારોમાંથી લોકો આગળ આવે છે. અને આ સેવા યજ્ઞને આગળ ધપાવી રહ્યા છે. દરેક ગામો-લોકો મંડળો-ટ્રસ્ટો પોતાની શક્ત પ્રમાણે ભક્ત કરી રહ્યા છે. જેના કારણે ભુજ વિસ્તારમાં અનેક ગરીબોનાં પેટનો ખાડો પૂરાઇ રહ્યો છે. કોરોના સામેની લાંબી લડાઇમાં એક પછી એક ગામો સેવાયજ્ઞમાં જાડાઇ જરૂરતમંદોને મદદરૂપ બની રહ્યા છે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ સેવા કાર્ય આગળ ધપી રહ્યું છે. જીલ્લા સરકારી વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રનો સાથ અને સહકાર મળતો રહે છે.
કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર, વાગડ બે ચોવીસી જૈન સમાજ, સર્જન કાંટા સોસાયટી ભુજ, ગ્રીન સીટી શિવમંદિર ગ્રુપ માધાપર, નાગોર, સરસપુર, લોડાઇ, કોટાય, ઝીંકડી, ધાણેટી, કુકમા ગામવાસીઓ, આહિર સમાજ ઢોરી, નરનારાયણ દેવ યુવતી મંડળ મીરઝાપર, પાર્શ્વનાથ સોસાયટી નવાવાસ માધાપર, પ્રતિમાબેન પ્રદિપ જાષી ભુજ, ઓમદાનભાઇ ગઢવી ગણેશ નગર ભુજ, ધીરેનભાઇ એસ. મજેઠીયા, મંજુલાબેન મનસુખ નાગજી વોરા, સચિન અરવિંદભાઇ માકાણી- કોટડા-ચકાર, જીતેન્દ્ર ધારશીં શાહ, ડો. મુકેશભાઇ ચંદે, માનવજ્યોતને તૈયાર રસોઇ અથવા ફુડ પેકેટસ પૂરા પાડી રહ્યા છે. રોટલા,રોટલી, પૂરી, ખારી ભાત, ખીચડી શાક, કઢી, છાશ, શીરો, લાપસી ગરીબોનાં ઝુંપડા સુધી પહોંચી રહ્યા છે અને ગરીબો ઘર બેઠાં ભોજન જમી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જનતા કરફયુ દિવસે ૩૦૦ ફુડ પેકેટસથી શરૂઆત કરાઇ હતી. આજે જુદા-જુદા ગામો, સમાજા, મંડળો, ટ્રસ્ટો, મંદિરો માનવજ્યોતને તાજી અને તૈયાર રસોઇ બનાવી પૂરી પાડી રહ્યા છે. જેના કારણે આજે ૨૩૦૦ જેટલા જરૂરતમંદો કોરોનાં સામેની લડાઇ સમયે પણ ઘેર બેઠા ભોજન જમી રહ્યા છે એક પછી એક ગામડાઓ માનવજ્યોતને આ કાર્યમાં ખૂબ જ મદદરૂપ બની રહ્યા છે. ગામડાઓની બહેનો પોતપોતાનાં ઘરે રોટલા-રોટલી બનાવી ગામની સમાજવાડી સુધી પહોંચાડે છે. અને માનવજ્યોતનું વાહન રસોઇ ત્યાંથી ભુજ સુધી લઇ ગરીબોને જમાડે છે. ભુજ સ્વામિનારાયણ મંદિર, કબીર મંદિર – ભુજ તૈયાર રસોઇ આપતા રહ્યા છે. ભુજ સ્વામિનારાયણ મંદિર તાજા શાકભાજી પણ માનવજ્યોતને પુરા પાડે છે. આમ તૈયાર મળી રહેલ તાજી અને ગરમ રસોઇથી અનેક ગરીબોના જઠારાગ્ન ઠરી રહ્યા છે. તો અનેક મહિલા મંડળો પોતાના ઘરે સુકા નાસ્તાના પેકેટો બનાવી વિતરણ માટે માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડે છે. કયાં પણ ચાર જણાને એકઠા થવા દેવાતા નથી.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, જીતેન્દ્ર ધારશીં શાહ, વિનોદભાઇ મહેતા, મનસુખભાઇ વોરા, રાજેશ મહેતા, રફીક બાવા, નીરવ મોતા, કનૈયાલાલ જાષી, આનંદ રાયસોની, ગુલાબ મોતા, પ્રવિણ ભદ્રા, શંભુભાઇ જાષી, દિપેશ શાહ, દિપેશ ભાટિયા, અક્ષય મોતા સંભાળી રહ્યા છે.

