ઓમકારેશ્ર્વર મહિલા મંડળનાં સથવારે માનસિક દિવ્યાંગો ગરબે ઘૂમ્યા

ઓમકારેશ્વર મહિલા મંડળનાં સથવારે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો ગરબે ઘૂમ્યા હતા.

ઓમકારેશ્ર્વર મહિલા મંડળના પ્રમુખ કમલબેન જોશી, પ્રવિણાબેન, ભાવનાબેન, ભક્તિબેન, જીનાલીબેન તથા વિશાળ સંખ્યામાં બહેનો રાસ,ગરબામાં જોડાયા હતા. વ્યવસ્થા પંકજ કુરુવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી, વાલજી કોલીએ સંભાળી હતી.