નિલમચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરીર્યસોને સન્માનિત કરાયા

કોરોના એક વૈશ્વિક મહામારી હોવાથી તેની સામે લડવું, રક્ષણ મેળવવું અતિ ગંભીર બાબત હતી. આ કપરા કાળમાં પોતાનાં ઘર-પરિવાર-અને પોતાની પરવા કર્યા વિના, રાત-દિવસ ખડે પગે માનવસેવા કરનાર કચ્છ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી જે.એ. બારોટ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, અકીલભાઇ મેમણ, અમીનભાઇ મણીયાર, રફીક બાવા, જાવેદ ભટ્ટીને નિલમચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી કુલસુમબેન સમા તેમજ ટ્રસ્ટીગણનાં વરદ્ હસ્તે સાલ ઓઢાળી, ફુલહારથી બહુમાન કરી સન્માનપત્ર અર્પણ કરાયું હતું. અને તેઓની સેવાઓને બિરદાવવામાં આવેલ. આમદભાઇ જત તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત ટ્રસ્ટનાં હાસમસુમરાએ કરેલ. જયારે આભારવિધિ અબ્દુલ્લા સમાએ કરેલ.