કોરોના વાયરસ (કોવિડ-૧૯) ની મહામારી સામે પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર લડાઇમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રહિતમાં સેવા-યોગદાન-સમય આપનાર માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરને રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ્ હસ્તે કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોરોના યોદ્ધા સન્માન પત્ર અર્પણ કરાયું હતું.
આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, સાંસદ વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ, જીલ્લા પ્રભારી કીર્તિસિંહ વાઘેલા, જીલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલ, પ્રભારી ડો. હિતેશ ચૌધરી, ધારાસભ્ય વાસણભાઇ આહિર, વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર, ડો. મુકેશ ચંદે, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા તથા શીતલભાઇ શાહ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી મુનવરે કોરોના કાળ દરમ્યાન “ભૂખ્યાને ભોજન,, પ્રવૃત્તિ દ્વારા ભુજ વિસ્તારનાં ૨૧ ગામોમાં રસોડા શરૂ કરાવી અઢી લાખ લોકોને ભરપેટ જમાડ્યા હતા. જેની રાજ્યકક્ષાએ નોંધ લેવાઇ હતી.

