વિદેશ વસતા કચ્છીઓ, ગુજરાતીઓ અને ભારતીયોએ સારા-સારા કપડા એકઠા કરી ભુજની માનવજ્યોત સંસ્થાને મોકલ્યા હતા. લંડન સ્થિત સી.જે. ટ્રાવેલ્સ લી. નાં જયંતિ પટેલે ત્યાંનાં રહેવાસીઓ પાસેથી કપડા એકઠા કરી ભુજ માનવજ્યોતને મોકલ્યા હતા.
માનવજ્યોત સંસ્થાએ ભુજની ચારે દિશામાં ગરીબો-જરૂરતમંદોનાં ઝુંપડે-ઝુંપડે આ કપડા પહોંચાડ્યા હતા. જેથી જરૂરતમંદોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહે સંભાળી હતી.

