માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે માનસિક દિવ્યાંગોની વચ્ચે રહીને શ્રાદ્ધની ઉજવણી કરવામાં આવેલ.
ભુજ શહેર જી.આઇ.ડી.સી. હંગામી આવાસનાં શ્રી કરશનભાઇ ભાનુશાલી તથા વિજ્યાબા જાડેજાની આગેવાની હેઠળ આશાપુરા નવરાત્રી મંડળ, ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશી મહિલા મંડળનાં બહેનોએ માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી, કંચનબેન ગોરની આગેવાની હેઠળ તેમજ સની ગ્રુપ-સહયોગનગરનાં મહિલાઓ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રદ્ધાની ઉજવણીમાં જોડાયા હતા. શ્રી દિપક મારાજે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી. સર્વે બહેનોએ માતાજીનાં છંદ તથા આરતીની રમઝટ જમાવી હતી. ત્યાર બાદ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.
વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, પંકજ કુરવા, દિલીપ લોડાયાએ સંભાળી હતી.

