શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ખુલ્લામાં પડ્યા પાથર્યા રહેતા લોકોને ઠંડી સામે રક્ષણ આપવાનું કાર્ય શરૂ કરાયું છે. જ્યાં જ્યાં લોકો ખુલ્લામાં બેઠેલા નજરે ચડે ત્યાં ત્યાં તેમને જાકેટ પહેરાવી ધાબડો ઓઢાળવામાં આવે છે. જરૂરતમંદ લોકોને ઠંડી સામે રક્ષણ મળે એવા ઉદેશ સાથે ધાબડા વિતરણ કાર્ય શરૂ કરી દેવાયું છે. જેમ-જેમ […]
Category Archives: Uncategorized
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 10 ઓક્ટોબર “વિશ્ર્વ માનસિક આરોગ્ય દિવસ’’ તરીકે ઉજવાય છે. માનસિક આરોગ્ય સેવાઓને વધુ સરળતાથી જરૂરતમંદો સુધી પહોંચાડી શકાય તેવા હેતુ સાથે માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં અધિક્ષક ડો. એમ.એ. ખત્રી, સાયક્રિયાટ્રીસ્ટ ડો. પૂજાબેન સપોવાડીયા, હેડ નર્સ વર્ષાબેન ભટ્ટ, સોશિયલ વર્કર સબાનાબેન તથા રાજેન્દ્રસિંહ જાડેજાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોની સેવાની શરૂઆત સંસ્થાનાં ટ્રસ્ટીઓ અને સેવાભાવી કાર્યકરો દ્વારા પોતાના સ્વખર્ચે અને પોતાના જ તન, મન, ધન અને સમયનાં ભોગ સાથે કરવામાં આવી મુખ્ય માર્ગો, રસ્તા ઉપર કેટલાય બિનવારીસ માનસિક દિવ્યાંગો રખડતા-ભટકતા જોવા મળ્યા. આવા માનસિક દિવ્યાંગોને પોતાના માનીને પ્રેમપૂર્વક સંભાળી રસ્તે રઝળતા આવા લોકોને સ્નાન કરાવું, ભોજન આપવું,નખ-વાળ કાપવા, […]
નિયામકશ્રી આયુષ ગાંધીનગર અને આયુર્વેદ શાખા કચ્છ જીલ્લા પંચાયત ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થાના સહકારથી કોરોના સામે રક્ષણ મેળવવા તેમજ શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ વધારવા અનેક ઔષધિઓથી ભરપૂર “શમશની વટી, આયુર્વેદીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરાયું છે. જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પવનકુમાર મકરાણીએ “શમશની વટી, આયુર્વેદીક ગોળીઓ વિતરણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ડો. પ્રતિક્ષાબેન […]
છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતિ પ્રસંગે મહારાષ્ટ્ર ગણેશ મંડળ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડાયું હતું. મંડળનાં સંતોષભાઇ મરાઠા, રાજુભાઇ મરાઠા, બાબુભાઇ મરાઠા, વિકાસભાઇ મરાઠા તથા મંડળનાં સર્વે સભ્યોએ સ્વહસ્તે મનોરોગીઓને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડ્યું હતું. વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, ગુલામ મોતાએ સહકાર આપ્યો […]
પુલવામા શહીદ થયેલા દેશનાં વીર જવાનોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આંતકવાદીઓ દ્વારા થયેલા હુમલાને વખોડી કાઢવામાં આવેલ. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જાષી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રવિણ ભદ્રા, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી તથા સર્વે કાર્યકરોએ વીર જવાનોને અંજલિ આપી હતી.






