Category Archives: Activities

માતાએ બકરી વહેંચી, પુત્રને તેડવા ભુજ પહોંચી માતા-પુત્રના અનોખા પ્રેમનાં થયા દર્શન

મધ્યપ્રદેશનાં ખંડવા જિલ્લાનાં મુંડી ગામનો યુવાન મનોજ કવાજી વર્મા ઉ.વ. ૩૦ બે વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. ગરીબ પરિવારનાં પોતાનાં પુત્રને તેડવા આવેલી માતાએ જણાવ્યું હતું , પરિવારજનો બકરી ચરાવવાનો ધંધો કરીએ છીએ.પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોતા બકરી વહેંચી અમારા સંતાનને તેડવા આવ્યા છીએ. ધોરણ-૪ પાસ આ ગુમ યુવાનને શોધવા માતાએ સતત બે […]

નલીયાથી મળેલો પશ્ચિમ બંગાળનો યુવાન ૨૦ વર્ષે ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેર મિલન

પશ્ચિમ બંગાળનાં બરનપુર (વર્ધમાન) જીલ્લાનો રહેવાસી ક્રિષ્નાંઘર શિવશંકર યાદવ ઉર્ફે મોહન ઉ.વ. ૩૬અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તે નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. પરિવારજનો વર્ષો સુધી ચિંતા સેવતા રહ્યા હતા. અને બેચેન બન્યા હતા. અનેક રાજ્યોમાં વર્ષો વિતાવનાર અને અનેક કષ્ટો સહન કરનાર તથા મુશ્કેલીઓ વેઠનાર ક્રિષ્નાંઘર ડીસેમ્બર-૨૦૧૯ માં રેલ્વે […]

લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી ૨૧ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી પગભર કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી સ્વ. માતુશ્રી શાંતાબેન ગોવિંદજી રાયકુંડલ પરિવારનાં સહયોગથી ચિ. પાર્થ અને ચિ. રૂચાનાં લગ્ન પ્રસંગે ૨૧ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી પગભર કરી લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી કરાઇ હતી. માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં દાતા પરિવારનાં મહેશભાઇ રાયકુંડલ, મયુરભાઇ રાયકુંડલ, પાર્થ, રૂચા સહિતનાં પરિવારજનો […]

૧૩ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી સ્વ. વેલજી વીરજી હાલાઇ, સ્વ. રામબાઇ વેલજી હાલાઇ, સ્વ. રામજી વેલજી હાલાઇ, સ્વ. વાલબાઇ દેવજી પિંડોરિયાનાં સ્મણાર્થે દાતાશ્રી વિશ્રામભાઇ વેલજી હાલાઇ માધાપર-કચ્છ હાલે લંડનનાં સહયોગથી ૧૩ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાયા હતા. દાતાશ્રી વિશ્રામભાઇ હાલાઇ, રતનબેન હાલાઇ, રવજીભાઇ પિંડોરિયા તથા સહ પરિવારજનોની […]

ત્યજી દેવાયેલા બાળકને દત્તક લેવા ૭૦ પરિવારો આગળ આવ્યા

તા.૧૦-૨-૨૦૨૦ નાં ભુજ શહેરનાં પીઠાવાળી શેરી પાસેથી મળી આવેલ ૭ થી ૧૦ દિવસનાં ત્યજી દેવાયેલા બાળકને સંતાન વિહોણા ૭૦ થી વધુ પરિવારોએ દત્તક લેવા ઇચ્છા દર્શાવી હતી. કોઇક અજાણી માતાએ બાળકને મજબૂરીમાં આવીને ત્યજ્યું છે. જયારે હજાર હાથવાળા ઉપરવાળાની કૃપાથી આ બાળકને દત્તક લેવા અનેક પરિવારો આગળ આવ્યા છે. અખબારી યાદી પ્રસિદ્ધ થયા બાદ નિઃસંતાન […]

૧૫ દિવસનું જન્મેલું જીવીત બાળક મળી આવ્યું

ભુજ શહેર મહેરઅલી ચોકથી પંચમુખા હનુમાન શેરી થઇ પીઠાવાળી શેરી સ્કુલ નજીકની એક બંધ લાકડાની કેબીન ઉપરથી ૧૫ દિવસ પહેલાં જન્મેલું બાળક (બાબો-પુત્ર) રડતું જાઇ એ વિસ્તારનાં જાગૃત નાગરિકો જય અમરીશભાઇ ગોર, હાર્દિક હીરાલાલ સૈયા તથા નયન ડી. ઠક્કરે માનવજ્યોત સંસ્થાને જાણ કરતા સંસ્થાનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, ડ્રાઇવર રાજુ જાગી ભીડગેટથી બનાવ સ્થળે એમ્બ્યુલન્સ […]

લંડન સ્થિત દાતાશ્રી દ્વારા માનવજ્યોતને ૪ લાખનાં સીકબેક સાધનો અર્પણ કરાયા

સ્વ. વેલજી વીરજી હાલાઇ, સ્વ. રામબાઇ વેલજી હાલાઇ, સ્વ. રામજી વેલજી હાલાઇ, સ્વ. વાલબાઇ દેવજી પિંડોરીયાનાં સ્મણાર્થે દાતાશ્રી વિશ્રામભાઇ વેલજી હાલાઇ માધાપર-કચ્છ હાલે લંડન દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને રૂપિયા ૪ લાખનાં સીકબેક સાધનો શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે દાતાશ્રી વિશ્રામભાઇ હાલાઇ, રતનબેન હાલાઇ, રવજીભાઇ પિંડોરીયા તથા સહ પરિવારની ઉપસ્થિતિમાં અર્પણ કરાયા હતા. પ્રારંભે શ્રી સુરેશભાઇ […]

માનવજ્યોત સંસ્થાને ઇન્વેટર સેટ અર્પણ કરાયું

ભુજ વાયુદળ એરફોર્સ કર્મચારી ગણનાં હેલ્પીંગ વોરીયસ ગ્રુપ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને ઇલેકટ્રોનિક ઇન્વેટર સેટ અર્પણ કરાયું હતું. આ ઇન્વેટર સેટની મદદથી માનસિક દિવ્યાંગોનાં આ આશ્રમને અંધારામાં પણ પ્રકાશ મળતું થયું છે. સંસ્થા વતી શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી તથા ગુલાબ મોતાએ ગ્રુપનો આભાર માન્યો હતો.

કોઠારા મધ્યે પ્રબોધ મુનવરનું વિશિષ્ટ સન્માન કરાયું

શેઠ શ્રી ગોકુલદાસ તેજપાલ મેમોરિયલ હાઇસ્કુલ કોઠારા કચ્છ મધ્યે વર્ષ ૧૯૭૦ થી ૧૯૭૪ નાં બેચનાં વિદ્યાર્થી ભાઇ-બહેનોનું એક સ્નેહ મિલન શેઠ શ્રી વલ્લભદાસ કરશનદાસ નાથા છાત્રાલય કોઠારા-કચ્છ મધ્યે યોજાયું હતું. જી.ટી. હાઇસ્કુલ કોઠારામાં અભ્યાસ કરી ગયેલ એ બેચનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઇ-બહેનો દેશભરમાંથી પધાર્યા હતા. ત્રિ દિવસીય કાર્યક્રમ દરમ્યાન વિવિધ ક્ષેત્રે કોઠારાનું ગૌરવ વધારનારા શ્રી પ્રભાતસિંહ […]

મજૂરી મુક્તબાળકોને સ્વેટર વિતરણ સાથે ઠંડી સામે રક્ષણ અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યા મંદિરનાં મજુરી મુક્ત બાળકોને એડીશનલ ડીસ્ટ્રીકટ જજ શ્રી ડી.જી. રાણા સાહેબ તરફથી તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેરનાં સચિવ શ્રી બી.એન. પટેલસાહેબનાં વરદ્‌ હસ્તે સ્વેટર અર્પણ કરાયા હતા. અને ઠંડી સામે રક્ષણ અપાયું હતું. જજ શ્રી ડી.જી. રાણા સાહેબે […]