Category Archives: Activities

૭૦૦ લોકોને ફૂડ પેકેટસ પહોંચાડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ લોકોનાં સહકારથી સંસ્થા અને મંડળો પાસેથી મળેલા ૭૦૦ ફુડ પેકેટો જરૂરતમંદ લોકો સુધી પહોંચતા કરાયા હતા. જેની પાસે પૈસા નથી, ઘરમાં અનાજ નથી, તેવા લોકો માર્ગો ઉપર બેસી ફુડ પેકેટસ મળે તેવી રાહ જાતા નજરે પડે છે. માનવજ્યોતની ૧૬ સભ્યોની ટીમ તથા ૯ ડ્રાઇવરો સંસ્થાનાં વાહનો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં […]

૫૦૦ થી વધુ લોકોને ફુડ પેકેટસો પહોંચાડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને બપોરનાં ભાગે ફુડ પેકેટો પહોંચાડાયા હતા. શ્રી વાગડ બે ચોવીસી જૈન યુવક મંડળ ભુજ પ્રમુખ શ્રી મહેશ રાજપાર મહેતા, મંત્રી અશ્વિનભાઇ પારેખ તથા કાર્યકરોએ પૂરી-શાકનાં ૧૫૦ પેકેટો તૈયાર કરી માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડ્યા હતા. કપીરાજ હનુમાન મંદિર – મીરઝાપરનાં તરૂણભાઇ દરજી, હર્ષદભાઇ સુથાર અને મિત્રોએ […]

જરૂરતમંદ લોકોની મદદે અન્ય લોકો આવ્યા

દેશભરમાં લોકડાઉન થયા પછી જરૂરતમંદો ખાવાની વસ્તુઓ મેળવવા શોધ ચલાવી રહ્યા છે. ઘરની કમાવનાર વ્યક્તિ ઘરમાં પૂરાઇ રહેતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલનાં તબકે રાશનકીટ, પૂરી-શાક, તથા તૈયાર ભોજનની ખાસ જરૂરત ઉભી થઇ છે. જીલ્લા વહીવટી તંત્ર પણ વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. મંદિર ટ્રસ્ટો, યુવક મંડળો, મહિલા મંડળો, સંસ્થાઓ તથા અન્ય ટ્રસ્ટો જરૂરતમંદ લોકોની મદદે […]

આવી કપરી પરિસ્થતિમાં પણ બે બિનવારસ લાસોની અંતિમક્રિયા કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આવી કપરી પરિસ્થતિમાં છેલ્લા બે દિવસમાં બે બિનવારસ લાસોની અંતિમક્રિયા કરાઇ હતી. ઓરિસાનાં ૩૦ વર્ષિય યુવાનનું ગંભીર બિમારીનાં કારણે અવસાન થતાં અહીં તેનું કોઇ સગું-સાવકું નહોતા ‘બિ, ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા લાસ અંતિમક્રિયા કરવા માનવજ્યોતને જાણ કરાઇ હતી. મધ્યપ્રદેશનાં ૧૮ વર્ષીય યુવાનનું ખાસરા ગ્રાઉન્ડ ઝુંપડપટી વિસ્તારમાં અવસાન થતાં તેનું અહીં કોઇ […]

૨૦ મીઠાઇનાં વેપારીઓએ તૈયાર મીઠાઇ માનવજ્યોતને આપી દીધી મીઠાઇ કાર્ય વિતરણ ૩૦૦૦ લોકો સુધી પહોંચ્યો

કોરોના વાયરસનાં લીધે ૨૧ દિવસ સુધી લોકડાઉનની જાહેરાત પછી લોકોની મુશ્કેલીઓમાં મદદરૂપ બનવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા અનેક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો સેવા કાર્ય માટે આગળ આવ્યા છે. જીતેન્દ્રભાઇ ધારશીં શાહ તથા ભરતભાઇ સંઘવીને એક એવો વિચાર આવ્યો કે, ભુજનાં મીઠાઇનાં વેપારીઓની દુકાનોમાં માવા-દૂધમાંથી બનાવેલી તૈયાર મીઠાઇઓ પડી છે. જે બે ચાર દિવસ […]

મીઠાઇનાં વેપારીઓએ તૈયાર મીઠાઇ માનવજ્યોતને આપી દીધી

જયુબીલી ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા ખાવડા સ્વીટસ દૂધ- માવાની ૬૦ કિલો તથા જૂની ભીડ બજાર ચોક પાસે આવેલ આશાપુરા સ્વીટ-નમકીનનાં ભરતભાઇ ઠક્કરે પણ ૫૦ કિલો મીઠાઇ માનવજ્યોતને આપતાં સંસ્થાએ ગરીબોનાં ઝુંપડે જઇ આ મીઠાઇનું વિતરણ કર્યું હતું. જરૂરતમંદ લોકો આ મીઠાઇથી બપોરનું ભોજન જમ્યા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, ગુલાબ મોતા, રફીક બાવા, રાજુ જાગી, ઇરફાન […]

હાલની પરિસ્થતિને ધ્યાને લઇ માનવજ્યોત દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા લોક ઉપયોગી સેવાઓ શરૂ કરવામાં આવેલ છે. વિતરણ વ્યવસ્થામાં કયાં પણ ૪ જણા ભેગા થશે તો એ વિસ્તારમાં વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવશે. જીલ્લા વહીવટી તંત્રની સૂચના અને નિયમોનું કડક પાલન કરી, કરાવીને સેવા કાર્ય હાથ ધરાશે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર, […]

સાંજે પાંચ વાગે વર્ધમાનનગરમાં ઘંટનાદ કરવામાં આવ્યું

બરોબર સાંજના પાંચ વાગે વર્ધમાનનગરવાસીઓ પોત-પોતાનાં ઘરમાં ગેટ, બાલ્કની ઉપર પહોંચી જઇ ઘંટ-ઘંટડી, થારી-દાંડી વગાડી ડોકટરશ્રીઓ, પોલીસ તથા કોરોના સામે લડવા લોકોની સાથે રહેનારાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. દરેક પોતાના ઘરે રહી સેવા આપનાર સર્વેની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. સરપંચ જ્યોતિબેન વિકમશી, દિપક લાલન,રાહુલ મહેતા,હસમુખ વોરા, કવિતા ઝવેરી, નિતીન ઝવેરી, પ્રબોધ […]

જરૂરતમંદ ૮૫ પરિવારોને સૂકો નાસ્તો પહોંચાડાયો

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા સચિવ શ્રી બી.એન. પટેલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ રવિવારે જનતાકરફયુ પહેલા શનીવારે રાત્રે ૧૦-૩૦ કલાકે જરૂતમંદ ૮૫ પરિવારોને સૂકો નાસ્તો પહોંચાડવામાં આવ્યો હતો. વ્યવસ્થા પેરાલીગલ વોલીન્ટીયરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા રફીક બાવાએ સંભાળી હતી. રોજ રોજ મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આવા ૮૫ પરિવારોને રવિવારનાં […]

૧૦૦ વૃદ્ધ વડીલોનાં ઘરે સૂકો નાસ્તો પહોંચ્યો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ભુજ વિસ્તારમાં એકલા-અટુલા-નિરાધાર, ૭૦ની વય વટાવી ચૂકેલા ૧૦૦ વૃદ્ધ વડીલોનાં ઘરે દરરોજ સવારે ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. કોરોના વાયરસને ધ્યાને લઇ શનીવારે સાંજે આ દરેક વૃદ્ધોનાં ઘરે રવિવાર જનતા કફર્યુ દિવસ માટે સૂકો નાસ્તો મોકલી આપવામાં આવ્યો હતો. પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ […]