ઇન્દીરા કલબ ભુજ, ભારતીય સેવા મંડળ અને ઇન્નરવ્હીલ કલબ ભુજ દ્વારા માસ્ક સીવડાવી માનવજ્યોત સંસ્થાને અર્પણ કરાયા હતા. ઉષાબેન અમૃતલાલ ઠક્કરે જરૂરતમંદ લોકોને આપવા માસ્ક માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને આપ્યા હતા. ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને આખા દિવસનું ભોજન પણ અપાયું હતું.
Category Archives: Activities
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિવિધ ક્ષેત્રનાં લોકોનાં સહયોગથી જરૂરતમંદ લોકોનાં ઘર સુધી પહોંચી જઇ તાજુ અને તૈયાર ભોજન પીરસાય છે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જરૂરતમંદ લોકો સુધી પહોંચી છે. કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, વાગડ બે ચોવીસ જૈન યુવક મંડળ, સંગીત ગ્રુપ ઓફ શોપ, ચાણકય […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા દાતાશ્રી ભવનાથ સત્સંગ મંડળ ભુજ હસ્તે તારાબેનનાં સહયોગથી ગાયા માતાઓ ને બે ટેમ્પો નીરોચારો આપવામાં આવેલ. જુદા-જુદા ૩ વિસ્તારોમાં ગાયા માતાઓને નિરણ અપાયું હતું. વ્યવસ્થા પ્રબોધ મુનવર, ગુલાબ મોતા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, નીરવ મોતા, સલીમ લોટા તથા કાર્યકરોએ સંભાળી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજની વિવિધ હોસ્પીટલોમાં દાખલ દર્દીઓ તથા તેમની સાથે સારવાર કરાવા આવેલા સગા-સબંધી-સ્નેહીઓને દરરોજ બપોર- સાંજ બે ટાઇમ ભોજન પહોંચાડવામાં આવે છે. જે તે હોસ્પીટલનાં ગેટ સુધી જઇ દર્દીઓનાં સગાઓને બોલાવી તેમની જરૂરિયાત મુજબ ભોજન આપવામાં આવે છે. જેથી દર્દીઓ તથા તેમના સગા- સબંધીઓ રાહતની લાગણી અનુભવે છે. અત્યારે જુદી-જુદી હોસ્પીટલોમાં દર્દીઓ […]
જય ઓધવરામની કૃપાથી ભુજ શહેરનાં જેષ્ઠાનગરનાં ભાનુશાલી ફળિયાની ભાનુશાલી બહેનોએ ૧ હજાર ઘઉંની તૈયાર રોટલી માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં અમાસનાં દિવસે અનેક ગરીબો સુધી આ રોટલીઓ પહોંચી હતી. ભાનુશાલી મહાજન અને યુવક મંડળ ભુજ દ્વારા પણ માનવજ્યોત સંસ્થાને તૈયાર ફુડ પેકેટસ આપવામાં આવે છે. ભુજનાં ન્યુ લોટસ મહિલા મંડળનાં બહેનોએ પણ પોત પોતાનાં ઘરે રોટલી […]
ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદોને તૈયાર અને તાજું ભોજન માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેમનાં ઘર સુધી જઇ પીરસવામાં આવે છે. આ કાર્યને આગળ ધપાવવા જુદા-જુદા ગામો, સંસ્થાઓ, લોકો માનવજ્યોતને મદદરૂપ બની રહ્યા છે. એક ગામ કે એક વિસ્તારમાંથી તૈયાર ભોજન બનાવી આપવાનું પૂરૂં થાય ત્યાં બીજા ગામ કે અન્ય વિસ્તારોમાંથી લોકો આગળ આવે છે. અને […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ દ્વારા પ્રિન્સપલ ડિસ્ટ્રીકટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ શ્રી આઇ.ડી.પટેલ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન.પટેલનાં માર્ગદર્શન હેઠળ ૩૧ જરૂરતમંદ મહિલાઓને રાશનકીટ અર્પણ કરાઇ હતી. વ્યવસ્થા પેરાલીગલ વોલીન્ટીયેર પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા રફીક બાવાએ સંભાળી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ભુજમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઇ છે. માનવજ્યોતની પૂરી ટીમ તથા ૭ વાહનો લોકડાઉનમાં પણ લોકોને મદદરૂપ બની રહ્યા છે. • એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વડીલ વૃદ્ધોને દરરોજ ટીફીન દ્વારા તેમના ઘર સુધી ભોજન પહોંચાડવામાં આવી રહેલ છે. • ભુજની જુદી-જુદી હોસ્પીટલોમાં દાખલ દર્દીઓ તથા તેમની સાથેના તેમના સગા-સંબંધીઓને […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદ બે હજાર લોકોને તેમના ભૂંગા-ઝુંપડાઓ સુધી જઇ ફુડ પેકેટસ પહોંચાડવામાં આવે છે. માનવજ્યોત સંસ્થાનાં ૪ વાહનો તથા કાર્યકરો ભુજ શહેરની ચારે દિશાઓમાં બપોરે બાર વાગ્યાથી ફુડ પેકેટોનું વિતરણ કરે છે. કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર, વાગડ બે ચોવીસી યુવક મંડળ ભુજ, ભાનુશાલી મહાજન ભુજ, મીરઝાપરનાં એક દાતાશ્રી, […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મસ્કત-ઓમાન સ્થિત દાતાશ્રી રામજીભાઇ કાનજી હીરાણી, દેવશીંભાઇ પરબત હીરાણી તથા જાદવજીભાઇ ગોવિંદ વરસાણી ભારાસર દ્વારા તૈયાર મળેલ ૫૦૦ કીટોનું ઝુંપડા-ભૂંગાઓમાં રહેતા ગરીબ પરિવારોનાં ઘર સુધી જઇ વિતરણ કરવામાં આવેલ. સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ૫૦ રાશન કીટ, ભાવનાબેન ધનજીભાઇ વરસાણી માધાપર દ્વારા ૧૦૦ રાશનકીટ, લાલજી મેઘજી વેકરીયા બળદીયા દ્વારા ૨૫૦ કીટ, […]










