માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ શહેરનાં આર.ટી.ઓ. સર્કલ પાસે ઝુંપડપટ્ટી વિસ્તારોમાં જરૂરતમંદ ૧૫૦ મહિલાઓને સાડીઓનું વિતરણત કરવામાં આવેલ. પૂર્વ નગર સેવીકા ઇન્દુબેન ઠક્કર, માલતીબેન ઉમરાણીયા, નૂતનબેન ઠક્કર વ્યવસ્થામાં મદદરૂપ બન્યા હતા. મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, મુરજીભાઇ ઠક્કર, જેરામ સુતારે સહકાર આપ્યો હતો.
Category Archives: Activities
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા અત્યાર સુધીમાં ગુમ થયેલા ૧૬૨૮ લોકોને શોધી આપી ઘર સુધી પહોંચતા કરાયા છે. જેમાં ૯૩૩ રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગો, ૩૪૧ ઘરેથી રિસાઇને આવેલી મહિલાઓ યુવતીઓ, ૧૯૩ ગુમ થયેલા બાળકો તથા ૧૬૧ વૃદ્ધ વડીલોને શોધી સંસ્થાએ તેમને ઘર સુધી પહોંચાડી પરિવારજનો સાથે ફેર મિલન કરાવ્યું છે. કેટલાક […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજનાં જેષ્ઠાનગર તથા ડીપી ચોક વિસ્તારમાં ૨૦૦ મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવેલ. વિતરણ વ્યવસ્થામાં સખી સહેલી મહિલા મંડળનાં અનીતાબેન ઠાકુર મદદરૂપ બન્યા હતા. પ્રબોધ મુનવર, શંભુભાઇ જાષી, કનૈલાલ અબોટી, રફીક બાવા, પૃથ્વીરાજસિંહ જાડેજાએ સહકાર આપ્યો હતો.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા શ્રી વસીમભાઇ હનીફભાઇ ખત્રી ભુજનાં સહયોગથી ૩૬ વિધવા મહિલાઓને રાશન કીટ અર્પણ કરાઇ હતી. માનવજ્યોત કાર્યાલયે દરેક બહેનોને સેનીટાઇઝરથી હાથ સાફ કરાવી દરેકને માસ્ક આપવામાં આવેલ. સોશ્યલ ડીસ્ટન્સ જાળવી દાતાશ્રી વસીમભાઇ ખત્રી તથા હનીફભાઇ ખત્રીનાં વરદ્ હસ્તે આ મહિલાઓને રાશન કીટ અર્પણ કરાતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. સખી સહેલી […]
મહાકાલેશ્વર સેવા ગ્રુપ- રઘવુંશીનગર ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઇ રહી છે. ગ્રુપ દ્વારા દર મહિને બે વખત માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસવામાં આવે છે. માનસિક દિવ્યાંગોને વસ્ત્રો પણ અર્પણ કરાય છે. ગ્રુપનાં અશોક ઠક્કર, કિરણ ઠક્કર, ગોપાલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, વિશાલ જાષી, મોહનલાલ પિત્રોડા, કિશન પિત્રોડા, સાગર […]
કોરોના સંકટનાં કારણે ઉભી થયેલી પરિસ્થતિમાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છ દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂખ્યાને ભોજન કરાવવાની પ્રવૃત્તિમાં ૮૦ દિવસમાં ૧,૨૭,૯૭૮ જરૂરતમંદોને તેમનાં ભૂંગા-ઝુંપડાઓ સુધી જઇ ભોજન કરાવવામાં આવ્યું છે. દરરોજ ૭૯ વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે. દર્દીઓની સારવાર અર્થે જુદી- જુદી હોસ્પીટલોમાં પહોંચેલા દર્દીઓનાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કોરોના સામેની લડાઇમાં પર્યાવરણને બચાવવા લોક જાગૃતિરૂપે રામદેવ સેવાશ્રમ તથા માધાપર-ભુજાડી માર્ગ ઉપર વૃક્ષારોપણ કરાયું હતું. કૂંડા-ચકલીઘર-ચણ થાળી, શ્વાનો માટે પાણી પીવાની કુંડી, ગાય માતાઓ માટે પાણી પીવાની કુંડી તથા કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ. […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા જે બાળકોનાં પગમાં પગરખા નથી તેવા ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા પરિવારોનાં બાળકોને બળ- બળતા તાપમાં નવા પગરખા અપાયા હતા. અને સખત ગરમી અને ગરમ તાપ સામે રક્ષણ અપાયું હતું. જુદા-જુદા વિસ્તારોમાં જઇ શોધી-શોધી પગરખા વિહોણા બાળકોને નવા પગરખા પહેરાવાયા હતા. વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, રફીક […]
ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓને પીવાનું પાણી મળે, તેમજ ચકલીઓને રહેવા ઘર મળે તેવા ઉદ્શ સાથે માટીનાં કુંડાઓને ચકલીઘરોનું વિતરણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મંદિરો, જાહેર સ્થળો એ આવા કુંડા અને ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. ભુજ વિસ્તારમાં ૪૦ મંદિરોમાં જઇ પ્રાંગણમાં કુંડા-ચકલીઘરો લટકાવાયા છે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા, ભુજ વિસ્તારમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા ગરીબોનાં ઝુંપડે જઇ ૨૦૦ પરિવારોને ઠંડાપાણીનાં માટલા વિતરણ કરવામાં આવ્યા હતા. ભુજ શહેરનાં કેમ્પ વિસ્તારનાં સાંઇબાબા મંદિર નજીક સોશીયલ ડીસ્ટન્સનું પાલન કરી જરૂરતમંદ પરિવારોને માટીનાં માટલા વિતરણ કરાયા હતા. સાથે સાથે દરેકને માસ્ક આપી માસ્ક ફરજિયાત પહેરવા સમજ અપાઇ હતી. […]








