જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ, કચ્છ જીલ્લા પંચાયત જીલ્લા આયુર્વેદ શાખા ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પાલારા ખાસ જેલના કેદી ભાઈ-બહેનોને કોરોના સામે રક્ષણ મેળવવા અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમઉકાળો પીવડાવવામાં આવેલ. રોગ પ્રતિકાર શક્તિઓ વધારવા હોમિયોપેથીક ગોળીઓ આપવામાં આવેલ. તેમજ કોરોના સામે પ્રોટેકશન રૂપે દરેકને માસ્ક આપવામાં આવેલ. જીલ્લા કાનૂની સેવા સત્તા […]
Category Archives: Activities
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ચકલીઓ માટે ઠેર-ઠેર ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. પક્ષી પ્રેમીઓએ ચકલીઘરો નજીક-નજીકમાં ગોઠવી ચકલીઓને તેનું ઘર આપ્યું છે. કચ્છમાં અનેક જાહેર સ્થળો-મંદિરો-બાગ-બગીચા-ચાની હોટલો, સરકારી કચેરીઓ, વૃક્ષો ઉપર તથા બાલ્કનીમાં, દુકાનો,ઓફિસો ઉપર માનવજ્યોતનાં માટીનાં ચકલીઘરો લટકતા જોવા મળે છે. જીવદયાપ્રેમીઓ નાનકડા પક્ષી ચકલીઓનું પણ ખૂબ ધ્યાન રાખે છે. અનેક […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ૪૦૦ જરૂરતમંદ લોકોને તેમનાં ભૂંગા-ઝુંપડાઓ સુધી જઈ ઠંડી સામે રક્ષણ આપવા ગરમધાબડા અર્પણ કરાયા હતા. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, રફીક બાવાએ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.
રિન્યુપાવર કાું. દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં ૩૫ માનસિક દિવ્યાંગોને ઓઢવા-પાથરવા ૭૦ ગરમધાબડાઓનું વિતરણ કાું. ના શ્રી રામગીરી, વિજયપ્રસાદ, નિતીન ગોહિલ, સુબોધ લસકરીનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ. કચ્છમાં આવેલ આ કાું. એ ગત વર્ષે ત્રણ હજાર જયારે ચાલુ વર્ષે કચ્છમાં છ હજાર ગરમધાબડાનું વિતરણ કરેલ છે. આ ધાબડા કચ્છનાં વિવિધ ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં જરૂરતમંદ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી બિનવારસ લાસોની અંતિમક્રિયાનું કાર્ય પણ કરવામાં આવે છે. જેનું કોઈ નથી અને તેનું અવસાન થાય, અથવાતો એકલા-અટુલા-નિરાધાર વ્યક્તિ જેનું આગળ-પાછળ કોઈ નથી, તેમજ રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા વ્યક્તિનું અવસાન થાય, છેલ્લે કોઈ ઓળખવિધિન થાય તેવી બિનવારસ લાસોની અંતિમવિધિનું કાર્ય ખૂબ જ કઠીન છે, ત્યારે માનવજ્યોત સંસ્થાનાં કાર્યકરો […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઓધવ-૩ મધ્યે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે તુલસીરોપાઓનું નિઃશુલ્ક વિતરણ રણુજાધામરામદેવપીર મંદિર કુકમાનાં સહકારથી સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. શ્રી શંભુભાઈ જોષીએ તુલસીનું ધાર્મિક મહિમા અને ઔષધિમાં તેનો ઉપયોગ અંગે સમજ આપી હતી. પ્રારંભે મંદિરનાં પૂજારી પ્રવિણગીરી ગોસ્વામીએ સૌને આવકાર આપ્યો હતો. શ્રી રામેશ્વર મહાદેવ મંદિર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ ચંદાબેન […]
ગોવિંદભાઈ વિશ્રામખોખાણીનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેઓશ્રીએ પોતાનો છેલ્લો જન્મદિવસ પાલારા મધ્યે રામદેવ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવીને ઉજવ્યો હતો. સંસ્થાને અવાર-નવાર અનુદાન પણ તેમના દ્વારા મળતું રહ્યું હતું. તેઓશ્રી સાચા સેવક હતા. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, મુરજીભાઇ […]
કોરોના મહામારી સંકટથી પેદા થયેલ પરિસ્થિતિ વચ્ચે લોકોએ પણ સમયસૂચકતાને ધ્યાને લઈ ખોટા ખર્ચથી દૂર રહી, લક્ષ્મીને જરૂરતમંદ લોકોનાં ઉપયોગમાં સદ્ માર્ગે વાપરી સમાજને અનોખા ઉદાહરણ પૂરા પાડી જન્મદિનની ઉજવણીને સાર્થક બનાવી છે. દેવ જીગર છેડા- ભુજ, વ્રેહાન પરિન લોડાયા-ગાંધીધામ, ડિયાન્સ ભાવિન ઠક્કર-મુન્દ્રા, વૈભવ દિપક પટ્ટણી-ભુજ, ચેતન શીવજી ભાટિયા-ભુજ, રેખાબેન ઉદયસિંહ ગોહિલ-ભુજ, જેમીન રાજેશ કેરાઈ-સૂરજપર, […]
બહુમાળી ભવન કર્મચારી કલ્યાણ ગ્રાહક સહકારી ભંડાર લી. ભુજ કચ્છ, જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા અને માનવજ્યોત સંસ્થા ભુજનાં સંયુક્ત ઉપક્રમે બહુમાળી ભવનનાં કર્મચારીઓને માસ્ક તથા હોમિયોપેથીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે જીલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી કમલેશભાઈ જોષી, હોમિયોપેથીક ડો. પ્રતિક્ષાબેન પવાર, બહુમાળી ભવન કર્મચારી કલ્યાણ ગ્રાહક સહકારી ભંડાર લી. ભુજના પ્રમુખ શ્રી અનીરૂદ્ધસિંહ […]
છેલ્લા કેટલાક દિવસોથી લગ્નગાળાની શરૂઆત થઈ ચૂકી છે. લગ્ન યોજનાર પાર્ટીઓને સરકારશ્રીની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહે છે. ત્યારે લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી તરફ સમાજ વળ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. લગ્ન પ્રસંગ ઉજવણીમાં સંખ્યા સરકારી નિયમો મુજબ કરવાની હોતાં, લગ્ન આયોજકો માનસિક દિવ્યાંગો, રંક બાળકો, ગરીબો અને જરૂરતમંદ લોકોને ભોજન જમાડી લગ્ન પ્રસંગે માનવસેવાનું […]









