Category Archives: Activities

નેપાળનો ગુમ યુવાન ૩ વર્ષ પછી ભુજમાંથી મળ્યો મોતનાં મુખમાંથી સંસ્થાએ તેને બચાવ્યો

નેપાળનો યુવાન જનક ઉ.વ. ૨૦ નેપાળથી ગુમ થયો હતો. તે બાયલબાસનાં ભક્તિપુર નેપાળનો વતની હતો. છેલ્લા ૩ વર્ષથી તે ભારતનાં જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. રેલ્વે મારફતે ભુજ આવી પહોંચ્યો હતો. ૩ વર્ષ પછી તે ભુજ પહોંચ્યો ત્યારે આ યુવાનમાં ચાલવાની શક્તિ નહોતી. તે ઉભો થવા જાય અને પડી જાય. માનવજ્યોત સંસ્થાએ તેની ગંભીર […]

આસામનો યુવાન ૬ વર્ષે ઘરે પહોંચ્યો આસામ પોલીસ ભુજ પહોંચી

આસામનો યુવાન ૬ વર્ષે ઘરે પહોંચ્યો આસામ પોલીસ ભુજ પહોંચી આસામનો યુવાન જત ભુવન ચેતીયા ઉ.વ. ૩૦ ગામ ગૌમુર છેલ્લા દ વર્ષથી ગુમ હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અને પોલીસ દફતરે ફરિયાદ દર્જ કરાવી હતી. અનેક રાજ્યોમાંથી રખડતો-ભટકતો તા. ૧૯-૧૦ તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સિનિયર પેરાલીગલ […]

રીન્યુ પાવર કુાં .દ્વારા સંસ્થાને અન્નદાન અપાયું

રીન્યુ પાવર કહ્યું કુાં. દ્વારા ભુજની માનવજ્યોતને ૧૦ બાચકા ચોખાનું અનુદાન આપવામાં આવેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે અન્નદાન અપાયું હતું.સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા શ્રી રમેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટીએ આભાર માનેલ

શ્રી ભાગવત સપ્તાહ નિમિત્તે માનવજ્યોતને અનુદાન અપાયું

ગો.વા. તારાબેન રમણીકલાલ કેવડીમાં સ્વ. રમણીકલાલ ગવરીશંકર કેવડીયા, સ્વ. મહેશભાઇ મણીકલાલ કેવડીયો, સ્વ. પેરીટાબેન ભુવનેશ કેવડીયાનાં મણાર્થે તેમજ સર્વ પિતૃ દેવોના મોક્ષાર્થે તથા કુમદરાય . કેવડીયાએ પોતાની જન્મદિને ભુજમાં પુષ્પસ સમાજવાડી મધ્યની ભાગવત સપ્તાહ નિમિત્તે ભુજની માનવજીત સંસ્થાને રૂા. ૧૧,૧૧૧ નું અનુદાન આપેલ. રથા વતી પ્રબોધ મુનવર, સુરેશભાઇ મહેશ્વરી, આનંદ રાયસોનીએ આભાર માને

“દેનેકો ટુકડા ભલા લેને કો હરિ નામ,,

જલારામ જયંતિએ ૭૦૦ ગરીબો ભરપેટ જમ્યા માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા પૂ. જલારામ બાપાની ૨૨૩મી જન્મજયંતિ નિમિતે ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે જઇ મહાપ્રસાદ પહોંચાડવામાં આવ્યો હતો. જલારામ જયંતિ પ્રસંગે જલારામ મંદિર, રવાણી ફળિયા, લોહાણા સમાજવાડી, છછ ફળીયા, લોહાણા સમાજવાડી, મિરઝાપર, નિલકંઠ નગર, મુન્દ્રા રોડ દ્વારા જરૂરતમંદ ૭૦૦ લોકો માટે તૈયાર ભોજન માનવજ્યોત સંસ્થા […]

મોરબી ઝુલતા પુલ હોનારતમાં માર્યા ગયેલાઓને અંજલિ અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવા સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને અંજલિ અર્પણ કરવામાં આવેલ. અને ખુબ જ દુઃખ વ્યક્ત કરવામાં આવેલ. સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કર, રફીક બાવા, તથા સર્વે કાર્યકરોએ શોકની […]

માનસિક દિવ્યાંગોએ મનાવ્યો દિપાવલીપર્વ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં ૪૫ માનસિક દિવ્યાંગ ભાઇ બહેનોએ દિપાવલી પર્વની આનંદ ઉમંગભેર ઉજવણી કરી હતી. કેટલાક સેવાભાવી લોકો ભુજ અને ગામડાઓમાંથી આશ્રમ સ્થળે પહોંચી માનસિક દિવ્યાંગોને મીઠાઇ અર્પણ કરી હતી. આશ્રમ સ્થળે દિપાલી પર્વ નિમિત્તે માનસિક દિવ્યાંગોએ ૪૦૦ દિવા સ્વહસ્તે પ્રગટાવ્યા હતા. સંધ્યાકાળે દરેક માનસિક દિવ્યાંગોએ ફુલઝરી પ્રગટાવી દિવાળી […]

ઓરિસ્સાનાં બે યુવાનો નવું વર્ષ ઘરે મનાવશે.

ઓરિસ્સા રાજ્યનાં બે યુવાનો વરૂણ અને રાજેન્દ્ર છેલ્લા પાંચ વર્ષથી ગુમ હતા. તેમનાં પરિવારજનો તેમની સતત શોધ ચલાવતા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને આ બંને યુવાનો ભુજ રેલ્વે સ્ટેશન બહારથી મળ્યા હતા. જેમને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ જઇ સારવાર કરાવતાં તે જલ્દી સ્વસ્થ બન્યા હતા. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઓરિસ્સા પોલીસનો સંપર્ક કરી […]

ગરીબોનાં ઝુંપડે દિવાળી ઝુંપડે-ઝુંપડે મીઠાઇ વિતરણ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભુજ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા જરૂરતમંદ પરિવારોને અડધો કિલો મીઠાઇ તથા પા કિલો ફરસાણ સાથેનાં પેકેટોનું વિતરણ કરવામાં આવેલ. મુખ્ય દાતા રાણાભાઈ રવાભાઈ ડાંગર, કરમણભાઇ જીવાભાઇ ડાંગર, સોમનાથ મિનરલ્સ ધાણેટી દ્વારા ૪૦૦, ઉમિયા એગ્રો સેન્ટર સુરેશભાઇ દડગા દ્વારા ૧૦૦, દીપકભાઇ […]

ચેન્નઇની ત્રણ વર્ષથી ગુમ મહિલા ભુજમાંથી મળી ચેન્નઇયી પરિવારજનો ભુજ પહોંચ્યો

ચેન્નઇ (મદ્રાસ) ની ગુમ ૭૦ વર્ષિય માનસિક દિવ્યાંગ મહિલાનું ૩ વર્ષ પછી પરિવારજનો સાથે મિલન થયું હતું. ગુમ મહિલા અંગે પરિવારજનોએ લાંબા સમયથી સતત ચિંતા સેવી હતી. જુદા-જુદા રાજ્યોમાંથી થઇ રેલ્વે મારફતે આ મહિલા ભુજ પહોંચી હતી. અને પગે ચાલીને મોટા પીર ચોકડી પાસે પહોંચી હતી. ત્યાંથી અમીનભાઇ મોગલ અને જુસબભાઇ વિડાણીએ માનવજ્યોતનાં રફીક બાવાને […]