ચૈત્રી આઠમ દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ સ્થળોએ મહાપ્રસાદ યોજાયો હતો. વધી પડેલો પ્રસાદ માનવજ્યોત સંસ્થાને આપી દેવામાં આવેલ. સંસ્થાએ આ પ્રસાદ ગરીબોનાં પડે-ઝૂંપડે પહોંચાડતાં છ હજારથી વધુ જરૂરતમંદ ગરીબી ભરપેટ જમ્યા હતા. ઉમિયા માતાજી મંદિર- વાંઢાય, કાળીતળાવડી-પહર, રતનાલ, વરલી, સુમરાસર, માધાપર, ભુજની સમાજવાડીઓમાં થીજાવેલ મહાપ્રસાદની વધી પડેલી રસોઇ માનવજ્યોત સંસ્થાએ ભૂંગા ઝુંપડાઓમાં જઇને વિતરણ કરી હતી. […]
Category Archives: Activities
શ્રી ક.વી.ઓ. જૈન મહાજનશ્રી ભુજ અને સર્વ સેવા સંઘ ભુજનાં અધ્યક્ષ અને સામાજિક કાર્યકર શ્રી જીગરભાઈ તારાચંદભાઇ છેડાનાં જન્મદિવસ નિમિત્તે માતુશ્રી લક્ષ્મીબાઇ જગશી છેડા પરિવાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન કરાયું હતું. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ જીગરભાઇ છેડાને જન્મદિની શુભેચ્છાઓ પાઠવી હતી.
માનવથીત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ મુલુન્ડની પ્રેરણાથી માનવજયોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ પાસે વડીલીનો વિસામો, નિલધામી, જેના મુખ્યપ્રવેસ હારનું ખાતમુહત કરાયું હતું ઘરથી તડછોડાયેલા, એકલા, અટુલા, નિરાધાર વૃદ્ધોનું ‘વડીલોનો વિસામો,, આશ્રય સ્થાન બની રહેશે. માનસિક દિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની સફળતા બાદ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દુઃખી વૃદ્ધી માટે પણ સેવા કાર્ય કરાશે. […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારાવિશ્વ વન દિવસનિમિત્તે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ડો. કિશોરભાઇ ગોસ્વામી, મીતાબેન ગોસ્વામી, વિનેશરામ સાધુ, ડો. પ્રતિક્ષાબેન પવાર, માવજીભાઇ આહિરની ઉપસ્થિતિમાં ફળ-ફુટના વૃક્ષો સાથે આશ્રમનાં પરીસરમાં ચારે બાજુ વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે શ્રી શંભુભાઇ જોષીએ વનદિવસનું મહત્વ સમજાવ્યું હતું. “વન વેરાણ તાં પાં હેરાન’” તથા છોડમાં રણછોડ, […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભુજ કાર્યાલય સ્થળે કરવામાં આવી હતી. છેલ્લા ૩ દિવસથી લોકજાગૃતિરૂપે કુંડા-ચકલીઘરોની સતત ડીમાન્ડ રહી હતી. લોકો સામેથી ચાલીને કુંડા-ચકલીઘર લેવા પહોચ્યા હતા. શણગારેલા વાહન સાથે ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે સાઉન્ડ સીસ્ટમનાં સથવારે રાહદરીઓ-વાહનચાલકો તથા જાગૃત નાગરિકોને કુંડા તથા ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા […]
મધ્યપ્રદેશના કટની જીલ્લાનાં બીલહરી ગામની મહિલા સુનિતા ચૌધરી ઉ.વ. ૪૦ એક વર્ષથી ગુમ હતી .જેને શોધવામાં ભુજની માનવજ્યોત સંસ્થાને સફળતા મળી હતી. તેના પિતા અને ભાઇ મૃત્યુ પામ્યા છે. ૧૮ વર્ષ પહેલા સુનિતાનાં લગ્ન થયા હતા. પતિ મજુરી કામ કરે છે. સુનીતાને ૧૩ અને ૧૬ વર્ષનાં બે પુત્રો છે. જે માતા ઘરે પાછી ફરશે તેવી […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોનાં આશ્રમ માટે દાતાશ્રી ઝેડ.એમ.મુનશી દ્વારા રૂપિયા પાંત્રીસ હજારનું રાશન અર્પણ કરાયું હતું. સંસ્થા વતી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવાએ દાતાશ્રીનો આભાર માન્યો હતો.
ભુજ અને કચ્છમાં માનવસેવા, જીવદયા,પર્યાવરણ અને વ્યસનમુક્તિ ક્ષેત્રે કાર્ય કરતી ભુજની બાનવજ્યોત સંસ્થાને સૂરજપરનાં દાતાશ્રી અમૃતબેન મેપાણી દ્વારા રૂપિયા દોઢ લાખનો ચેક અર્પણ કરાયો હતો.આ પ્રસંગે દાતા પરિવારશ્રી તથા લાયન્સ કલબ ભુજનાં અભય શાહ ઉપસ્થિત રહ્યા હતા. માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા આનંદ રાયસોનીએ આભાર માન્યો હતો.
મધ્યપ્રદેશનાં જલદર જલ્લાનાં બાંધી ગામનો યુવાન રાજમાડી ચંદ્રેશ પટેલ ઉ.વ. ૨૮ દોઢ વર્ષ પહેલાં ગુમ થયો હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તેનો અતો-પતો નમળતાં પરિવાર નિરાશ સાથે ખૂબ જ દુ:ખી થયો હતો. અનેક રાજ્યોનાં શહેરોમાં તે સતત રખડતો-ભટકતો રહ્યો હતો. અને આખરે તે ભુજ પહોંચી પગે ચાલી નખત્રાણા સુધી પહોંચ્યો હતો. નખત્રાણાનાં […]
મહારાષ્ટ્રનાં ગોંડીયા જિલ્લાનાં ગલાટુલા ગામનો યુવાન દુલેશ ચૌધરી ઉ.વ. ૪૩ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી.અનેક રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં થઇ તે કચ્છ પહોંચ્યો હતો. મોટા અંગીયા પાસેથી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને મળી આવતાં તેને ભુજ લઇ આવવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા […]








