માનવસેવા અને જીવદયાનાં ભેખધારી, પૂર્વ રાજ્યમંત્રી, પૂર્વ ધારાસભ્ય, સર્વ સેવા સંઘ અને કવિઓ મહાજનશ્રી ભુજના પૂર્વ અધ્યક્ષ, માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શક સ્વ. તારાચંદભાઇ જગશી છેડાની પ્રથમ પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને પરિવારજનો તરફથી મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. માતુશ્રી લક્ષ્મીબેન જગશી છેડા પરિવાર દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા […]
Category Archives: Activities
બિહારનાં બારોની વિસ્તારની પાંચ સંતાનોની માતા છેલ્લા ૧ વર્ષથી ગુમ હતી. પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં પત્નીએ અચાનક ઘર છોડ્યું હતું. અને તે જુદા-જુદા રાજયોમાં રખડતી-ભટકતી રહી હતી. ૧ વર્ષ પછી તે ટ્રેન મારફતે અચાનક ભુજ આવી પહોંચી હતી. ભુજ શહેરનાં વિજયનગર વિસ્તારમાં રાત્રે ૧૦ વાગે પોલીસ સી ટીમનાં શીલતબેન નાઇ, ગાયત્રીબેન બારોટ, રમીલાબેન શાહ, […]
શ્રી કોઠારા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટ કોઠારાનાં પ્રમુખ તરીકે મણીલાલભાઇ રાયચંદ શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેઓશ્રી માદરે વતન કોઠારા પધારતાં કોઠારા જી.ટી. હાઇસ્કુલ મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં ગામવાસીઓ દ્વારા તેમને મીઠડો આવકાર અપાયો હતો. પ્રભાતસિંહ જાડેજા, પરેશ ઠક્કર, ભરતસિંહ જાડેજા, દીનેશ અજાણી, રાયચંદ લોડાયા, ધનપતિ લોડાયા, સુલેમાન ખત્રી, ખીરણ લોડાયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સન્માન […]
મધ્યપ્રદેશનાં ગ્વાલિયર જીલ્લાનાં બ્રજ ભૂષણ શર્મા ઉ.વ. ૩૭ ને ડોકટર બનવાનું સપનું હતું. પરિવારજનોએ તેને એન્જિનિયર બનાવવા મોકલ્યો. ન્યુઝલેન્ડમાં રહી ડોકટરનો અભ્યાસ પૂર્ણ કરી ડોકટર બનવાની ખૂબ જ ઇચ્છા હતી. પણ તે સાકાર નથતાં આ યુવાને માનસિક સમતુલા ખોઇ બેસતાં તેણે અચાનક ઘર છોડ્યું હતું. અને જુદા જુદા રાજ્યોનાં શહેરોમાં તે રખડતો ભટક્તો રહ્યો હતો. […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ગંગા સ્વરૂપ મહિલાઓને પગભર કરવાનાં ઉદ્દેશ સાથે દાતાશ્રી અમૃતબેન નારાણભાઇ મેપાણી સૂરજપરનાં સહયોગથી ૧૦ મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાયા હતા. દાતાશ્રી ડાયલાન નયના રાકેશ જેઠવા તથા પાર્વતીબેન અશ્વિનભાઇ જેઠવાનાં સહયોગથી બે ગંગા સ્વરૂપ મહિલાઓને સિવણ મશીન તથા બે દિવ્યાંગોને ીલચેર અર્પણ કરાઇતી. દરેક મહિલાઓને ઠંડા પાણીનાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એક સદ્ગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી નારાણપર ગામે રાધા-કૃષ્ણ મંદિર ચોકમાં, કુંડા- ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. રાજકોટ જીલ્લાનાં ઉપલેટા તાલુકાના ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળનાં પ.પૂ. નારાયણસ્વરૂપ સ્વામિ તથા પૂ. ધર્મસ્વરૂપસ્વામિની ઉપસ્થિતિમાં તેમજ ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, કરશનભાઇ ભુડિયા, ભીમજીભાઇ સોજીત્રા, કાન્તીલાલ ભુડિયા, વાલજીભાઇ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં જીવદયાનો અનેરો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશાળ […]
ભુજ આસ્થા સ્કુલ મધ્યે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાનાં ટ્રસ્ટી શ્રી રેહાન મેમણ તથા શાળાનાં આચાર્યા અફસાના રેહાન મેમણે સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે શાળાનાં બાળકો અને વાલીગણને ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલા જીવો માટે પીવાનાં પાણીની વ્યવસ્થા રૂપે માટીનાં કુંડા તથા ચકલીઓ માટે રૂપકડું ચકલીઘર દરેક […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા એક સગૃહસ્થ દાતાશ્રી પરિવારનાં સહયોગથી હરતા-ફરતા છાશ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. જેષ્ઠાનગર વિસ્તારમાં યોજાએલા કાર્યક્રમમાં સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક-જીરા-બરફવાળી સ્વાદિષ્ટ છાશ પીવડાવવામાં આવશે. દરરોજ ૩૦૦ લીટર છાશહરતા-ફરતા વાહનથી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પહોચશે. […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારનાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રીઝ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટે માટીનાં માટલા વિતરણ કરાયા હતા. તથા દરેક પરિવારોને મીઠાઇ વિતરણ કરવામાં આવેલ. ભુજ શહેરનાં હંગામી આવાસ મધ્યેથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ગરીબ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીનાં સહયોગથી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ પણ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. શહેરનાં ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશીનગર મધ્યે આવેલ મહાકાલેશ્વર મંદિર ચોકમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જરૂરતમંદોને અડધો-અડધો કિલોનાં મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવ્યા હતા. વિતરણ વ્યવસ્થા નારાયણપરનાં ગોવિંદભાઇ ભુડિયા, […]










