Category Archives: Activities

દીલ્હીનાં દિવ્યાંગ યુવાનને ઘર-પરિવાર શોધી અપાયા માતા-પુત્રનું છ વર્ષે થયું મિલન

દીલ્હીનો યુવાન ધર્મેન્દ્ર ઉ.વ. 26 તે અચાનક ગુમ થયો હતો. પગથી દિવ્યાંગ પણ શિક્ષત યુવાન અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો. આખરે તે રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યો હતો. તુફાન વાહન ચાલક રફીકભાઇ નોડેને તે રેલ્વે સ્ટેશન બહારથી મળતાં તેને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડ્યો હતો. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય આપવામાં આવ્યો હતો. આશ્રમનાં સામાજિક […]

ભુજ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું સંસ્થાને અનુદાન અપાયું

ભુજ જૈન જાગૃતિ સેન્ટરે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ ની મુલાકાત લઇ સંસ્થાની પ્રવૃત્તિઓ નજરે નિહાળી આશ્રમનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું. ભુજ જૈન જાગૃતિ સેન્ટરનાં પ્રમુખ ધર્મેશ દોશી, મંત્રી કેતન મોરબીયા, હિતેશ શાહ, પરેશ શેઠ, સંજય મોરબીયા, ભાવેશ શાહ, કલ્પેશ મોરબીયા, મિતેશ લોદરીયા, સતીષ ગાંધી, દીનેશ મહેતા, તરફથી સંસ્થાને 11 […]

માનવજ્યોત દ્વારા વિશ્વપર્યાવરણ દિને 1 હજાર તુલસીરોપા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વપર્યાવરણ દિન નિમિત્તે ભુજની શરાફ બજાર પોલીસ ચાવડી પાસે, જયુબીલી ગ્રાઉન્ડ, એસ.ટી.બસ સ્ટેશન તથા ભીડ ગેટ વિસ્તારમાં આવતા જતા રાહદારીઓને તુલસીરોપા તથા કણેલનાં વૃક્ષો વિતરણ કરાયા હતા. તેમજ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવા અપીલ કરાઇ હતી.આ પ્રસંગે શહેરનાં જાણીતા ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઇ સચદે, પોલીસ “સી,, ટીમનાં શીતલબેન નાઇ, રમીલાબેન શાહુ, […]

ભુજ કબીર મંદિર મહંતશ્રીનેજન્મદિને શુભેચ્છાઓ પાઠવાઇ

ભુજ કબીર મંદિરના મહંત શ્રી કિશોરદાસજી સાહેબે પોતાનાં જીવનની 78 વર્ષની મંજિલ કાપી 79 માં વર્ષમાં પ્રવેશ કરતા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવાઇ હતી. માનવજ્યોત સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, સહદેવસિંહ જાડેજાએ ભુજ કબીર મંદિર મધ્યે તેઓને શાલ,હાર, નાળિયેર અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. માનવજ્યોતની પ્રવૃત્તિઓમાં ભુજ કબીર મંદિર અને મહંત […]

માનવજ્યોત દ્વારા કેરા મધ્યે કાર્યાલય શરુ કરાયું સંસ્થાનું કામ અને નામ કચ્છભરમાં બોલે છે : વિનોદભાઇ પાંચાણી

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ સાથે 49 પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ પ્રવૃત્તિઓ સમગ્ર કચ્છ,ગુજરાત, દેશભરમાં પહોંચે તેવા ઉદેશ સાથે સહદેવસિંહ જાડેજાનાં સહકારથી કેરા-કચ્છ મધ્યે કાર્યાલયનો આરંભ કરાયો છે. કાર્યાલય પ્રારંભ પ્રસંગે કેરા-કુંદનપરનાં સામાજિક આગેવાન શ્રી વિનોદભાઇ લાલજીભાઇ પાંચાણીએ દિપપ્રાગટ્ય કરી કાર્યાલયને વિધિવત ખુલ્લુ મુકયું હતું. આ પ્રસંગે અતિથિવિશેષ પદ કેરા […]

વિશ્વ તમાકુ નિષેધ દિવસે લોકોને વ્યસન મુક્ત બનવા સમજ અપાઇ

વિશ્વ તમાકુ નિષેધ દિવસે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોલીવાસ અને વાસફોડાવાસ મધ્યે લોકોને તમાકુ, માવા, સીગારેટ, બીડી, ગુટકા છોડી જીવન બચાવવા સમજ પૂરી પાડવામાં આવેલ. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, તમાકુ ઝેર છે… તેને ખાવાની કોઇ જરુર નથી. તમાકુ ખાતા રહેશો તો પરિવાર પાયમાલ થશે. વ્યસનમાં બરબાદી છે… તેને છોડવામાં આબાદી છે. ભૂતકાળની […]

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની ત્રીજી પુણ્યતિથિ ઉજવાઇ

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધો, રંક બાળકો તથા ભૂખ્યાને રસ-પુરીનું ભોજન જમાડવામાં આવેલ. કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા, જીતેન્દ્રભાઇ ધારશીં શાહ, પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ 00જાડેજા, સહદેવસિંહ જાડેજાએ તેઓનાં માનવસેવા-જીવદયાનાં કાર્યોને યાદ કરી અંજલિ આપીહતી.

રાજકોટ ગેમઝોનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઇ

રાજકોટ ગેમઝોનમાં મૃત્યુ પામેલા બાળકો-યુવાનો-પરિવારોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ગેમઝોનમાં ભીષણ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કરવામાં આવેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્ર્વરી, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રવિણ ભદ્રા, રફીક બાવા, મુરજીભાઇ ઠક્કરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

માનવજ્યોત દ્વારા લીંબુ સરબત વિતરણ શરુ કરાયું

ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપ વચ્ચે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા લીંબુ પાણીનું વિતરણ ઠેર-ઠેર કરવામાં આવી રહ્યું છે. સખત ગરમીમાં લોકો ચકર,ઉલ્ટી, માથાનો દુઃખાવો જેવી બિમારીઓનો સામનો કરી રહ્યા છે. લોકોને ગરમીમાં ઠંકડ મળી રહે એ માટે માનવજ્યોત દ્વારા લીંબુ પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે. જેનો મજુર-શ્રમજીવીકો લાભ લઇ રહ્યા છે. વિતરણ વ્યવસ્થા […]

લાખોંદ નજીકથી ગુમ પુરુષની લાસ મળી આવી

ગાંધીધામથી 16-5 નાં ગુમ થયેલ અને થોડી માનસિકસમતુલા ગુમાવનાર કમલ કિશોર પુષ્કનારાયણ ઝરંનીયા ઉ.વ. 52 નું ગાંધીધામ રેલ્વે વિસ્તારમાં અકસ્માત થયેલ અને તેને ભુજની જનરલ હોસ્પીટલમાં પહોંચાડવામાં આવેલ. સારવાર દરમ્યાન ત્યાંથી રજા લઇ અને તે રખડતો- ભટકતો રહ્યો હતો. લાખોંદ નજીક રામદેવપીર મંદિર સામે આવેલ ઓધવ પાર્ક નજીકની જાળીમાં આજે બપોરે તેની લાસ જોવા મળી […]