ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજયોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમના માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો ઢોલ- શરણાઈ સાથે વાજતે ગાજતે આવી પહોંચી હતી. “સી,, ટીમ પોલીસ- ભુજ, કુકમા વણકર મહિલા ગ્રુપ-કુકમા, મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર, શ્રી સહકાર સેવા ટ્રસ્ટ-ભુજ, નીલમ ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ, કચ્છ મહિલા વિકાસ […]
Category Archives: Activities
છત્તીશગઢનાં જાંજગીર ચાંપા વિસ્તારનો યુવાન રોહીત કેવટ ઉ.વ. 18 અચાનક માનસિક સમતુલા ગુમાવતાં તેણે ઘર અને પરિવાર છોડ્યા હતા. અને તે સતત રખડતો-ભટકતો રહ્યો હતો. અનેક રાજ્યોમાંથી થઇ છેલ્લે સોમનાથનાં નિરાધારનો આધાર સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકો જનકભાઇ અને ધ્રુવભાઇ સોલંકીએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી હતી. અહીં તે થોડાક દિવસનો મહેમાન બન્યો. […]
પોતાની ગુમ વ્યક્તિ અંગે સતત ચિંતા સેવી રહેલા અનેક પરિવારો વર્ષો પછી જયારે પોતાનાં પરિવારની વ્યક્તિને મળે છે ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાય છે. દૂર- દૂરનાં રાજ્યોનાં શહેરો-ગામડાઓમાંથી પોતાનાં પરિવારની વ્યક્તિને તેડવા તેઓ લાંબી મુસાફરી કરી ભુજ સુધી પહોંચે છે. વર્ષોના વર્ષો પછી ગુમ વ્યક્તિ મળી આવતાં અને તેની સાથે મિલન થતાં તેને તેડવા આવેલા પરિવારજનો […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ પ્રભાતફેરી સ્વરુપે તિરંગા યાત્રામાં જોડાઇ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસની આઝાદી પર્વની ઉજવણી કરી હતી. સંસ્થાનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્ર્વરી, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલા અબોટી, મુરજીભાઇ ઠક્કર, ભુપેન્દ્રભાઇ બાબરીયા, ભરતભાઇ સોની, રીતુબેન વર્મા સહિત સંસ્થાનાં કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ 2 જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. 2 બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રસીક જોગી, હિતેશ ગોસ્વામી, વિક્રમ રાઠીએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. અજાણ્યા પુરુષ ઉ.વ. 40, તથા […]
ઇન્નરવ્હીલ કલબ ભુજ વોલસીટી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યામંદિરનાં મજુરી મુક્ત ગરીબ બાળકોને ભુજીયા તળેટીમાં આવેલ “સાયન્સ સીટી,, બતાડવામાં આવેલ. ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટીનાં પ્રમુખ યામિની ઠક્કર, સેક્રેટરી ઉર્વી સોની, ખજાનચી કવિતા ભાનુશાલી તથા બીનાબેન જોષી, નીતાબેન હાલાણી, વિધિબેન ઠક્કરે ઉપસ્થિત રહી બાળકોને ભાવતો અલ્પહાર અર્પણ કર્યો હતો. મજુરી મુક્ત બાળકોએ […]
મધ્યપ્રદેશના રિવા જીલ્લાનાં દેવરા ગામનો યુવાન રામનાથ હનુમાનપ્રસાદ કુશવાહા ઉ.વ. 30 ગુમ થતાં તેનાં પરિવારજનોએ સતત પાંચ વર્ષ સુધી તેની શોધ ચલાવી હતી. કયાં પણ તેનાં કોઇ ખબર-અંતર ન મળતાં પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા. તે વિવિધ રાજ્યોનાં અનેક શહેરો-ગામડાંઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. કયાંક ખાવા તો કયાંક સૂવા નમળ્યું. અનેક મુશ્કેલીઓ વેઠતો છેલ્લે તે […]
બળદીયા ગામનાં જીવદયાપ્રેમી શ્રી કલ્યાણભાઇ લાલજી જેસાણીને માનવજ્યોત દ્વારા અંજલિ અપાઇ હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષીએ તેઓની જીવદયાની પ્રવૃત્તિઓની બિરદાવી ભાવાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર વિસ્તારામાં તેમણે કરેલ માનવસેવા-જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવેલ.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ચાલુ વર્ષે કચ્છમાં 30 હજાર માટીનાં ચકલીઘરો કચ્છનાં શહેરો, ગામોમાં લટકાડવામાં આવ્યા. જે ચકલીઘરોમાં ચકલીઓએ માળો બાંધી ઇંડા, બચ્ચા મૂકયાની અનેક તસ્વીરો જીવદયાપ્રેમીઓએ માનવજ્યોત સંસ્થા ભુજને વોટસઅપથી પહોંચાડી હતી. માટીનું ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂકયું હોઇ ચકલીઓ આવા ઘરને પોતાનું ઘર બનાવી લીધું છે. ઠેર-ઠેર લટકતા ચકલીઘરો જ્યાં લટકાવો […]
માનવજ્યોત સંસ્થા દ્વારા ગુજરાતનાં માનસિક દિવ્યાંગોનાં વિવિધ આશ્રમો સાથે સંકલન કરી જે-તે આશ્રમોનાં માનસિક દિવ્યાંગોને ઘર-પરિવાર શોધી આપી ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ગુજરાતનાં વિવિધ આશ્રમોનાં 375 માનસિક દિવ્યાંગોને ભુજની માનવજ્યોત સંસ્થાએ ઘર સુધી પહોંચાડી દીધા છે. વર્ષો પછી તેમનું પરિવારજનો સાથે ફેર મલિન થયું છે.પરિવારજનો તેમને વર્ષોથી શોધી રહ્યા હતા. આવા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત […]









