Category Archives: Activities

રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી થઇ રહી છે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની અનેરી ઉજવણી થઇ રહી છે. દરરોજ જુદા-જુદા મંડળો, વિવિધ પરિવારો શ્રાદ્ધની ઉજવણી આશ્રમ મધ્યે કરતા હોય છે. મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર-કચ્છનાં બહેનો પણ સેવાશ્રમ મધ્યે પહોંચી શ્રાદ્ધ ઉજવણીમાં જોડાયા હતા. જયાબેન મુનવર, હેતલ મોમાયા, અમીતા જૈન, લીલાવંતીબેન છેડા, ડીમ્પલ ધરમશી, માલતી ડાઘા, દક્ષા છેડા, ખમાબેન લોડાયા, […]

મધ્યપ્રદેશનો મંચ્છારામ પાંચ વર્ષે ઘરે પહોંચ્યો

મધ્યપ્રદેશનાં ધારા જીલ્લાનાં જમરાપાડા ગામનો યુવાન મંચ્છારામ ઉ.વ. 45 ગુમ થતાં પરિવારજનોએ ચિંતાતુર બની તેની સતત શોધ ચલાવી હતી. આખરે તે રખડતો ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવી તેને શ્રી […]

માનવજ્યોત દ્વારા શ્રાદ્ધની સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ સાથે ઉજવણી થઇ રહી છે.

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની અનેરી ઉજવણી કરવામાં આવી રહી છે.આશ્રમ સ્થળે 15 દિવસ સુધી દરરોજ સવારે 11 વાગે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. જુદા-જુદા મહિલા મંડળો, ભાઇ-બહેનો, પરિવારો શ્રાદ્ધની વિધિ કરવા માનવજ્યોતનાં આશ્રમ સુધી પાલારા મધ્યે પહોંચે છે. સેડાતા મહાદેવ મંદિરનાં પૂજારી દિપક મારાજ નારાયણ સરોવરવાળા શાસ્ત્રોક્ત વિધિ વિધાન […]

ભુજ નજીક પાલારા-કચ્છ મધ્યે આકાર લઇ રહ્યું છે“શ્રી એમ.એલ. ભક્તા વડીલોનો વિસામો,,

આજનાં ઝડપી યુગમાં પરિવાર કયાંક ખોવાઈ ગયો છે. પરિવારની આવક લાખો-કરોડોની હોવા છતાં ઘરમાં શાંતિ નથી. પારિવારિક આંતરિક ઝઘડા કલેશ-કપટથી આજનો માનવી-હેરાન પરેશાન છે. ખૂબ જ મોટા બંગલા-ફલેટ- વૈભવશાળીકાર તથા દરેક જાતનું સુખ હોવા છતાં માનવી ટેન્શનમાં જીવે છે. કોણ કોને સમજાવે ? માનવજ્યોત ભુજમાં દર અઠવાડિયે એક વૃદ્ધ એવો કપલ આવે કે આવીને અમને […]

માનવજ્યોત દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઈ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૭ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવશે. રંક બાળકો તથા શ્રમજીવીકોને ભોજન […]

કોઠારામાં અસરગ્રસ્તોને ફુડપેકેટો વિતરણ કરાયા

અબડાસા તાલુકાનાં કોઠારા ગામે વરસાદી પાણીથી અસરગ્રસ્ત 500 લોકોને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ફરસીપૂરી, બુંદી, ગાંઠીયાનાં પેકેટો અર્પણ કરાયા હતા. ભુંગા-ઝુંપડાઓમાં રહેતા તેમજ મુખ્ય માર્ગો ઉપર ખુલ્લામાં પડ્યા-પાથર્યા લોકોને ફુડ પેકેટો પહોંચાડાયા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, દામજી ચૌહાણ, કાન્તી પોમલ, ચેતન રાવલ, પ્રવિણસિંહ સોઢા, ત્રીકમભાઇ પરગડુ, પાંચાભાઇ વેલજી, નીલેશ ગોસ્વામી, હિતેશ ગોસ્વામી, અમૃતભાઇ ડાભીએ […]

સમાજરત્ન હસમુખભાઇ ભુડિયાનેઅંજલિ અર્પણ કરાઇ

કચ્છી દાનવીર દાતા, આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે અનોખી જ્યોત જલાવનાર, ગરીબ અને દીન દુઃખીયાઓના આંસુ લુછનાર, અગ્રણી દાતા, સમાજ રત્ન હસમુખભાઇ કાનજીભાઇ ભુડિયાનું અવસાન થતાં ભુજની માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધભાઇ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ તેમની પ્રેમ, સદભાવનાની સરવાણીને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભુપેન્દ્રસિંહજી જોરાવરસિંહજી રાઠોડનેશ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુપેન્દ્રસિંહજી જોરાવરસિંહજી રાઠોડને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધભાઇ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, રફીક બાવાએ તેમની પ્રેમ, સદભાવનાની સરવાણીને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

માનવજ્યોત દ્વારા હરતા-ફરતા વાહન દ્વારાચાલુ વરસાદે બે હજાર લોકોને ભોજન કરાવાયું

ભુજ શહેરનાં વિવિધ વિસ્તારોમાં રહેવાનાં મકાનોમાં વરસાદી પાણી ભરાઇ જતાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા જરુરતમંદ અસરગ્રસ્ત લોકોને તૈયાર ભોજન પહોંચાડવામાં આવેલ. થેપલા-ચા-ખારીભાત સાથેનું ભોજન પીરસવામાં આવેલ.માનવજ્યોતનું હરતું-ફરતું વાહન ભૂંગા-ઝુંપડા-કાચા મકાનોમાં રહેતા લોકો સુધી પહોંચ્યું હતું. અને બપોરનું ભોજન પહોંચાડ્યું હતું. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કર, રફીક બાવા, રાજુ જોગી, આરતી […]

નેપાળનો નરબહાદુર બે વર્ષે ઘરે પહોંચ્યો

નેપાળનાં જેશીર્ગાંવનો યુવાન નરબહાદુર ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. બે વર્ષ પછી તે બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ સારી સારવાર કરી. માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેની સારવાર […]