બિહારનાં પૂર્વીચમ્પારણ વિસ્તારનાં રકસોલ ગામનો મુસ્લિમ યુવાન અબ્દુલ ઉ.વ. 23 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવાર ચિંતાતુર બન્યો હતો. રખડતો-ભટકતો તે ગુજરાતનાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સરભરા કરી. માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમને મુલાકાતે ગયેલા ત્યારે […]
Category Archives: Activities
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા લંડન સ્થિત એક દાતાશ્રીનાં સહયોગથી ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા 101 ગરીબ પરિવારોને અડધા-અડધા કિલોના મીઠાઇનાં પેકેટો અર્પણ કરવામાં આવતાં આવા પરિવારો પણ દશેરા પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને અનેરી ખુશી વ્યક્ત કરી હતી. પ્રબોધ મુનવર, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કર, દિપેશ ભાટીયા, રફીક બાવાએ વ્યવસ્થા સંભાળી હતી.
નવલી નવરાત્રીનાં દુર્ગાષ્ટમી નિમિત્તે ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક ગામો અને તેની સમાજવાડીઓમાં મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયા હતા. ભુજની માનવજ્યોત સંસ્થાને ભોજન- પ્રસાદ વધ્યાનાં 27 ફોન આવ્યા હતા. સંસ્થાનું વાહન સમાજવાડીઓ સુધી પહોંચી જઇ ગરમ રસોઇ ભરી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે વિતરણ કરતાં 2700 થી વધુ ગરીબોએ ભરપેટ ભોજન કરી અંતરનાં આશિર્વાદ પાઠવ્યા […]
માનવજ્યોત, માનસિક આરોગ્યની હોસ્પીટલ તથા સખી વન સ્ટોપ ભુજ ત્રણે સંસ્થાઓનાં પ્રયત્નોથી છ મહિનાથી પતિ-પત્નીનાં ઝઘડાના કારણે ઘર છોડનાર પત્નીનું પતિ-પુત્ર સાથે સમાધાન સાથે ફેરમિલન કરાવાયું હતું. ઉત્તરપ્રદેશનાં આગ્રામંડલ વિસ્તારનાં કેશપુરા ગામની યુવાન મહિલા ઉ.વ. 22 ઘર કંકાસને કારણે ઘર છોડયું હતું. અને રખડતી-ભટકતી રહી હતી. સખી વન સ્ટોપને મળતા તેઓ તેને આશ્રય આપી ભુજની […]
ઉત્તરપ્રદેશનાં મહારાજગંજ વિસ્તારનાં શિવતરી ગામનો યુવાન ગણેશ સહાની ઉ.વ. 23 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરત શહેરનાં આશીર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. કામરેજનાં ધોરણ પારડીમાં આવેલ આ આશ્રમનાં સંચાલકોએ તેની સારી સરભરા સાથે ખૂબ જ સારી સેવાઓ કરી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત […]
પ્રેરણા મહિલા મંડળ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને વ્હીલચેર-વોકર જેવી દર્દીઓને ઉપયોગી શીકબેક વસ્તુઓ અર્પણ કરાઇ હતી. વંદનાબેન ભાવસાર, મીરાંબેન જેઠી, નયનાબેન ગોસ્વામી, હંસાબેન ખત્રીનાં વરદ્ હસ્તે વસ્તુઓ સ્વીકારી માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિલીપ સાયલાએ આભાર વ્યક્ત કર્યો હતો.
માનવસેવા-જીવદયા સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને ધનજીભાઇ કુંવરજી વાગડીયા-કેરાવાલા તરફથી રુ. 51 હજાર, એસ.એમ.બુક કીપીંગ સર્વિસ એલ.એલ.પી. દ્વારા રુ. 50 હજાર, સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ દ્વારા રુ. 25 હજાર, આશિષભાઇ આર. જોષી- અમદાવાદ દ્વારા રુ. 25 હજાર, ભીખુભા કલ્યાણસિંહજી જાડેજા (ટિલાટ) નવી ચીરઇ દ્વારા રુ. 22 હજાર, ઓમ ફ્રેટ ફોર્વડસ પ્રા. લી. […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે સર્વ પિતૃ શ્રાદ્ધની અનેરી ઉજવણી કરવામાં આવી. એકત્રીસ પરિવારો આશ્રમ મધ્યે શ્રાદ્ધની વિધિમાં જોડાયા હતા. નારાયણ સરોવરનાં પ્રખ્યાત મારાજ અને સેડાતા મહાદેવ મંદિરનાં પુજારી દિપક મારાજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શ્રાદ્ધની વિધિ કરાવી હતી. શ્રાદ્ધનો મહિમા કથા સ્વરુપે સમજાવ્યો હતો. સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે પિતૃઓને પાણી […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે અત્યારે કચ્છમાં રસ્તે રઝળતા- માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા એકલા-અટુલા-નિરાધાર 70 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો છે. દરેકની ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં સારવાર કરાવવામાં આવે છે. સ્વસ્થ બનતાં જ આશ્રમનાં સામાજિક કાર્યકર જે તે રાજ્યોની પોલીસની મદદ લઇ તેમનું ઘર શોધી કાઢે છે. માનવતાનાં આ કાર્યમાં કચ્છ તથા ગુજરાત […]
નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જીલ્લા આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રઘુવંશીનગર મહિલા મંડળ ભુજનાં સહકારથી વર્ષાઋતુ દરમ્યાન થતા સંભવિત રોગો નિવારણ નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ ઉમેદનગર શાળા નં. 10 મધ્યે યોજાયો હતો. પ્રારંભે ડો. પ્રતિક્ષાબેન પવાર, માનવજ્યોત નાં પ્રબોધ મુનવર, રઘુવંશીનગર મહિલા મંડળનાં પ્રમુખ માલાબેન જોષી,રલાબેન ગોસ્વામી, સેજલબા ઝાલા તથા ઝંખનાબા […]









