દિપાવલી પર્વ નિમિત્તે માનવજ્યોત દ્વારા કપડા વિતરણ શરૂ કરાયું

દિપાવલી પર્વ નજીક આવી રહ્યો હોઇ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારની ચારે દીશાઓમાં ભૂંગા-ઝુંપડા, કાચા મકાનોમાં રહેતા તથા જરૂરતમંદ લોકો સુધી કપડા પહોંચાડવાનું કાર્ય શરૂ કરાયું છે.

ભુજ અને ભુજ વિસ્તારમાંથી પુષ્કળ પ્રમાણમાં કપડા એકઠા કરવામાં આવ્યા છે. તેમજ કેરા-કચ્છના લંડન રહેતા જેન્તીભાઇ પટેલ તથા બળદીયા-કચ્છના લંડન રહેતા શાંતાબેન ગરારા દ્વારા પણ ત્યાંથી કપડા એકઠા કરી માનવજ્યોત સંસ્થાને ભુજ સુધી મોકલવામાં આવ્યા છે. જેથી કપડાનું વિતરણ શરૂ કરાયું છે.

જરૂરતમંદો દિવાળી પર્વની ઉજવણીમાં જોડાઇ શકે નવા વસ્ત્રો પહેરી દિપાવલી પર્વ મનાવી શકે તેવા ઉદેશ સાથે વસ્ત્રો વિતરણ કાર્ય શરૂ કરી દેવાયું છે.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, રાજુ જોગી, હિતેશ ગોસ્વામી, રસિક જોગી, આરતી જોષી સંભાળી રહ્યા છે.