Author Archives: Admin Manavjyot

પેન્શનર નિવૃત્તિ બચતમાંથી માનસિક દિવ્યાંગોની સેવા

અંજારનાં ૮૫ વર્ષીય રણછોડભાઈ હીરજી વરૂએ પોતાનાં પેન્શનર નિવૃત્તિ બચતમાંથી દર મહિને માનવજ્યોત સંસ્થાને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા તથા માનવસેવા-જીવદયા કાર્યો માટે અનુદાન આપી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માનવજ્યોતની પ્રવૃત્તિઓથી ખુશ થઈ છેલ્લા કેટલાક વર્ષોથી માનવજ્યોત સંસ્થા ભુજને આ વડીલ દ્વારા અનુદાન અપાય છે. સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ માહેશ્વરીએ આભાર માન્યો હતો. 

૯૩૪ પરિવારોને કપડા પહોંચાડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૯૩૪ પરિવારોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવેલ. જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદ લોકોનાં ઘર સુધી પહોંચી જઈ હાથો-હાથ કપડા અપાયા હતા. પરિવારની દરેક વ્યક્તિઓનાં માપનાં કપડા આપવામાં આવતાં ગરીબ પરિવારોએ ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી.  ભુજ અને ભુજ વિસ્તારમાંથી લોકો પુષ્કળ પ્રમાણમાં કપડા માનવજ્યોત […]

શ્રવણ ટીફીન સેવા માટે માનવજ્યોતને નવું વાહન અર્પણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા–કચ્છ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી ભુજ શહેરમાં એકલા–અટુલા–નિરાધાર અને ૭૦ ની વય વટાવી ચૂકેલા ૧૦૦ વડીલ વૃદ્ધોને ઘેર બેઠાં ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. વડીલો ઘેર બેઠાં ભોજન જમી રહ્યા છે.  ભુજનાં કબીર મંદિર સ્થળેથી મહાવીર-કબીર-સાંઇ-સત્સંગ મંડળ અને જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર મુંબઇનાં સહયોગથી શ્રવણ ટીફીન […]

અધિક માસનાં છેલ્લા દિવસે લોકોએ સ્વહસ્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવ્યું દરેક સમાજનાં લોકો જાેડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા અધિક માસનાં છેલ્લા દિવસ, પ્રથમ આસોવીદ અમાસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ પરિવારો શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચી, માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન  કરાવી, દાન-પૂન કરી અધિકમાસની પુર્ણાહુતિ કાર્યક્રમમાં જાેડાયા હતા. શાસ્ત્રોક્ત વિધિઓમાં જાેડાઇ પાવન બન્યા હતા. આશ્રમ મધ્યે માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. […]

માનવજ્યોત સંસ્થા ભુજને ૫૦ હજારનું અનુદાન અપાયું

યુનિસન ફાર્મા સ્યુટીકલ્સ પ્રા. લી. અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂપિયા ૫૦ હજારનું અનુદાન આપવામાં આવેલ. છેલ્લા પાંચ વર્ષથી માનવજ્યોત સંસ્થા ભુજને દર વર્ષે રૂા. ૫૦ હજારનું અનુદાન આપવામાં આવે છે. સંસ્થા દ્વારા ભુજ અને કચ્છમાં માનવસેવા-જીવદયા અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરીએ આભાર વ્યક્ત કર્યો હતો.

માનવજ્યોત સંસ્થાને અનુદાન અપાયું

સ્વ. પ્રમોદરાય એમ. મહેતાનાં આત્મશ્રેયાર્થે રમીલાબેન પી. મહેતા પરિવાર ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને માનસિક દિવ્યાંગોને ભોજનની કાયમી તિથિ માટે રૂા. ૧૧ હજારનું અનુદાન આપવામાં આવેલ. સેવાભાવી, હોમિયોપેથી ઉપચારક ડોકટર પ્રમોદભાઇની નિઃસ્વાર્થ સેવા બદલ એમની સ્મૃતિમાં માનવજ્યોતને ચેક અર્પણ કરવામાં આવેલ. તેમજ વસ્ત્રોનું દાન કરવામાં આવેલ. સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ આભાર માન્યો હતો.

માનવજ્યોત દ્વારા સ્ટીમવેપોરાઇઝર તથા હોમિયોપેથીક ગોળીઓનું વિતરણ કરાયું

કોરોના મહામારી સંકટ વચ્ચે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી રમેશભાઈ માધવજી ગોર ખાખર હાલે દેવલાલીનાં સહયોગથી જરૂરતમંદ લોકોને સ્ટીમવેપોરાઈઝર તથા રોગપ્રતિકાર શક્તિ વધારવા હોમિયોપેથીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.  નાક દ્વારા ગરમ વરાળ લેવાથી કોરોના સામે રક્ષણ મળે છે. તેમજ આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી પણ નીવડી છે. ત્યારે લોકોને સ્ટીમવેપોરાઈઝર […]

ઝુંપડાઓ-ભૂંગાઓમાં જઇ બાલિકાઓને ગરબા અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ભૂંગા-ઝુંપડા અને કાચા મકાનોમાં વસવાટ કરતી બાલિકાઓ પણ મા જગદંબાની આરાધના સાથે ઘેરબેઠા નવરાત્રી પર્વ ઉજવી શકે એવા હેતુ સાથે બાલિકાઓને દીવડા સાથે માટીનાં ગરબા અર્પણ કરાયા હતા. નવે નવ દિવસ દીવડામાં તેલ પૂરવા તથા નવલી નવરાત્રી ઘેર બેઠા ઉજવવા અને માતાજીની આરતી-ગરબા ઘેર બેસીને કરવા સમજ […]

પવિત્ર અધિક માસ નિમિત્તે વૃદ્ધોને વિશિષ્ટ ભોજન કરાવાયું

ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા મંજુલાબેન ઉપાધ્યાયનાં સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત “શ્રવણ ટીફીન સેવા,, વાહન દ્વારા સતત ત્રણ દિવસ સુધી ૧૦૦ એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ભોજન કરાવાયું હતું.  ઘેરબેઠા મિષ્ટાન સાથેનું ભોજન જમી વૃદ્ધ વડીલોએ ખુશી વ્યક્ત કરી હતી. ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજનાં સર્વે બહેનો આ કાર્યમાં જોડાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ […]

જન્મદિનની અનોખી ઉજવણી કરાઇ

કોરોના વાયરસનાં કારણે ઉભા થયેલા સંકટનાં કારણે દરેક પ્રવૃત્તિઓ અને ઉજવણીઓમાં પણ ફેર બદલાવ જોવા મળ્યો છે. અનેક વિધ લોકો અને પરિવારો સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરા પાડતા રહે છે.  જ્યોતિબેન મુકેશભાઈ ભટ્ટ નલીયા હાલે ભુજ તથા દિપ જયેશ છેડા કાંડાગરા હાલે ભુજ દ્વારા જન્મદિવસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ત્રણે ટાઈમનું ભોજન […]