Author Archives: Admin Manavjyot

પાલારા ખાસ જેલનાં કેદી ભાઇ-બહેનોનાં ઉત્કર્ષ માટે થયેલ કામગીરીને બિરદાવાઇ

પાલારા ખાસ જેલના કેદી ભાઈ-બહેનોના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ કાર્ય કરનાર માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરને પાલારા ખાસ જેલ દ્વારા જેલ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ એ. રાવના વરદ હસ્તે સન્માનપત્ર અર્પણ કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.  પાલારા ખાસ જેલના કેદી ભાઈ-બહેનોને કોરોના કાળ દરમ્યાન જીલ્લા આયુર્વેદ શાખાનાં સહકારથી આયુર્વેદીક ઉકાળો વિતરણ, હોમીયોપેથીક ગોળીઓ વિતરણ તથા માનવજ્યોત દ્વારા […]

જરૂરતમંદ લોકો સુધી ધાબડા પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા જરૂરતમંદ વધુ લોકો સુધી ધાબડા પહોંચાડી તેઓને ઠંડી સામે રક્ષણ અપાયું હતું.  દાતાશ્રી લાલજીભાઈ શીવજી વેલાણી-માનકુવા, ભક્તિ મહિલા મંડળ-મીરઝાપર, શ્રીમતિ મંજુલાબેન મહેન્દ્રભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ, કાન્તાબેન માવજી હીરાણી-મીરઝાપર,શ્રીમતિ ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાનનગર, જયેન્દ્રભાઈ દામજી લોદરીયા-ભુજ, સ્વ. વેલબાઈ કાનજી હીરાણી-માનકુવા, સુમધુર ગ્રુપ-રામપર વેકરા દ્વારા સંસ્થાને ધાબડા મળ્યા હતા. જે […]

સંસ્થાને સીકબેક વસ્તુઓ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજને દાતાશ્રી ઝાહિદ હુશેન મોહમદ યુસુફ મુનશી ભુજ દ્વારા એરબેડો, કમ્બોડ ચેરો, સકશન મશીન, નેબ્યુલાઈઝર મશીનો જેવી સીકબેક વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.  સંસ્થા વતી પ્રબોધ મુનવર, શંભુભાઇ જોષી તથા દિલીપ સાયલાએ આભાર માન્યો હતો.

માનવજ્યોત દ્વારા ધાબડા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી લોદરીયા જયેન્દ્રભાઈ દામજીભાઈ પરિવાર ભુજ દ્વારા સુખપર (ભુજ) નાં ભટ્ટવાસ વિસ્તારનાં ભટ્ટ મારાજ ૧૧૫ પરિવારોને ઠંડી સામે રક્ષણ આપવા ગરમધાબડા તેમજ અડધો કિલો ખજુરનાં પેકેટો અર્પણ કરાયા હતા.  વ્યવસ્થા દાતા પરિવારનાં અશોકભાઈ લોદરીયા, પ્રબોધ મુનવર, આનંદ રાયસોની તથા ભટ્ટવાસનાં પ્રવિણભાઈ તથા નાનજીભાઇએ સંભાળી હતી.

માનવજ્યોતને દોઢ મહિનાનું રાશન અર્પણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે ૪૦ માનસિક દિવ્યાંગો સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ૧૩ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતા ટૂંક સમયમાં તેઓ પોતનાં ઘર તરફ પ્રયાણ કરશે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધ વડીલોને દરરોજ ટીફીન દ્વારા તેઓને ઘેર બેઠા ભોજન પહોંચતું કરવામાં આવે છે.  આ સેવા કાર્ય માટે દાતાશ્રી લાલજીભાઈ […]

ખોજા શીયા ઈસ્ના અશરી જમાતના ડોનરોએ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા થઈ રહેલી માનવસેવાની પ્રવૃત્તિ નજરે નિહાળી ખોજા શીયા ઈસ્ના અશરી જમાતના ડોનરો-કેરાએ માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે તેલ, ચોખા, લોટ, ચણાદાર, તુવેરદાર જેવું એક મહિનાનું રાશન અર્પણ કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડયું હતું. એક મહિનાનું કાચું રાશન સંસ્થાને અર્પણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા સહદેવસિંહ જાડેજા, રફીક બાવાએ આભારની […]

પાંચ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા દાતા શ્રી દિપકભાઈ ગોવિંદ કેરાઈ, નનીતાબેન ગોવિંદ કેરાઈ, દેવ્યાન મનસુખ હીરાણી, ભાવના અને દિયાન હીરાણી-મીરઝાપર તથા નિશિ અને જય હીરાણી-માધાપરનાં સહયોગથી પાંચ વિધવા બહેનોને પગભર કરવાનાં ઉદ્દેશ સાથે સિવણ મશીન તથા રૂપિયા બે હજારની રાશનકીટ અર્પણ કરવામાં આવી હતી. મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી.  દાતાશ્રી પરિવારનાં નનીતાબેન […]

લોકોએ માનસિક-દિવ્યાંગો વચ્ચે રહી મકરસંક્રાંતિ પર્વ મનાવ્યો ભોજન-રાશન-વસ્ત્રદાનનું કર્યું દાન

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી સંસ્થાનાં શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોની વચ્ચે કરવામાં આવી હતી. પ્રેમજી દેવશી ભૂડિયા માધાપર તથા રાધાબેન લક્ષ્મણ કેરાઈ મીરઝાપર દ્વારા ટેમ્પો ભરી લીલોચારો ગાય માતાઓને નીરણ નાખી, શ્રી રામભરોસે પક્ષીઓને ચણ નાખી મકરસક્રાંતિ પર્વની ઉજવણીનો જીવદયા કાર્યો સાથે પ્રારંભ કરાયો હતો.  વિનોદભાઈ દેવજી પિંડોરિયા-માધાપરનાં સહયોગથી વૃદ્ધ વડીલોને […]

વધી પડેલો ૧૬૦૦ કિલો ઉધીયો ગરીબોનાં ઝુંપડે વિતરિત કરાયો

મકરસક્રાંતિ પર્વે બપોરે ઉધિયું વધી પડયા હોવાનાં માનવજ્યોત સંસ્થાને ૨૪ ફોન આવ્યા હતા. સંસ્થાએ વાહનો દ્વારા આ ઉધિયું એકઠું કર્યું હતું. અને ભુજની ચારે દિશામાં ઝુંપડા-ભુંગાઓમાં રહેતા ગરીબ લોકોને વિતરણ કરતાં અનેક ગરીબ પરિવારોએ ઉધિયાનો સ્વાદ માણ્યો હતો. અને મકરસક્રાંતિ પર્વ મનાવ્યો હતો. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, નરેશ તાજપરીયા, સલીમ લોટા, ઇરફાન લાખાએ […]

બંધ ઝુંપડામાંથી પુરૂષની લાશ મળતાં તપાસ હાથ ધરાઇ

લેવા પટેલ હોસ્પીટલ સામે આવેલ ઝુંપડામાંથી એક અજાણ્યા વ્યક્તિની ચાર-છ દિવસ પહેલા મૃત્યુ પામેલા પુરૂષની લાશ જોવા મળતા મકરસંક્રાંતિની ઢળતી સંધ્યાએ કોઈક જાગૃત નાગરિકોએ પોલીસ તથા માનવજ્યોત સંસ્થાને જાણ કરી હતી.  ડી.વાય.એસ.પી. શ્રી જે.એન. પંચાલ, બી. ડિવિઝન પી.આઈ. એસ.બી. વસવા ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી.  બંધ ઝુંપડામાંથી આ લાશ મળી હતી. દુર્ગધ […]