માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તીર્થધામ માતાનામઢ મધ્યે દર્શનાર્થે આવતા ભાવિકોને કાપડની થેલીઓનું વિતરણ કરી પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ બંધ કરવા તથા પર્યાવરણની રક્ષા કરવા સમજ પૂરી પાડવામાં આવી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, રાજુ જોગીએ સંભાળી હતી.
Author Archives: Admin Manavjyot
આંધ્રપ્રદેશનાં વિજયનગરમ્ જિલ્લાનાં નરશીમનપેઠનો ૩૮ વર્ષિય યુવાન લક્ષ્મણ ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતો-ભટક્તો અન્ય રાજ્યોમાંથી થઈ કચ્છનાં માંડવી બંદર સુધી પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે ૪ મહિના પહેલા તેને માંડવીથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે લઈ આવી મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. […]
વસંતપંચમી દિને ભુજ અને ભુજ વિસ્તારનાં ગામડાઓમાં લગ્નોની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. જુદી જુદી સમાજવાડીઓ, મંદિરો, પ્લોટોમાં લગ્ન પ્રસંગે ભોજન સમારંભો યોજાયા હતા. ભોજન સમારંભોની વધી પડેલી રસોઈ લઈ જવા માનવજ્યોત સંસ્થા ભુજને ૧૬ જેટલા ફોન આવ્યા હતા. સંસ્થાના વાસણો સાથેના વાહનો વિવિધ સમાજવાડીઓમાં પહોંચ્યા હતા. ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ એકઠી કરી ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને દાતાશ્રી મંજુલાબેન મણીલાલ વોરા-રાજન ફર્નીચર ભુજ દ્વારા સિમેન્ટનાં ૩૦ બાંકડા અર્પણ કરાયા હતા. સંસ્થા વતી પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, અરવિંદ ઠક્કર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ દાતાશ્રી પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે દાતાશ્રી ઝહિદ હુશેન મોહમદ યુસુફ મુનશીં ભુજ દ્વારા ચોખા સાથેનું જરૂરી રાશન અર્પણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાતે આવેલા શ્રી ગોપાલભાઈ માવજી ગોરસીયાએ સંસ્થાની પ્રવૃત્તિઓ નજરે નિહાળી, તથા માનસિક દિવ્યાંગોનું આશ્રમજોઈ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થાનાં વાહનો જૂના થઈ ગયા હોઇ નવા વાહનોની જરૂરિયાતને ધ્યાને લઇ શ્રી માવજીભાઈ દેવરાજભાઈ ગોરસીયા ચેરીટેબલ ટ્રસ્ટ ભુજ તથા સહ પરિવાર તરફથી માનવજ્યોતને નવું ટાટા ગોલ્ડ છોટા હાથી વાહન અર્પણ […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છ સ્થળેથી ૧૭ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં ૮ મળી એકી સાથે પચ્ચીસ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર તરફ પ્રયાણ કરતાં તેઓને શુભેચ્છા પાઠવવા એક નાનો કાર્યક્રમ રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિનિયર સિવિલ […]
માનવજ્યોત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈની પ્રેરણાથી અને જલારામબાપાની અસિમકૃપાથી ભુજમાં તા. ૨૫-૫-૨૦૦૩ નાં માનવજ્યોત સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ભૂખ્યાને ભોજન વિતરણ, વૃદ્ધ વડિલોને ટીફીન દ્વારા ઘેર બેઠા ભોજન વિતરણ, જરૂરતમંદોને કપડા વિતરણ, બિનવારસ લાસોની અંતિમક્રિયા, ગુમથયેલા લોકોને શોધી આપવા, કુંડા-ચકલીઘર વિતરણ, મજુરી કામે ચાલ્યા જતા બાળકોને મજુરી કામમાંથી મુક્ત કરાવી અક્ષરજ્ઞાન આપવાનું કાર્ય, ભોજન સમારંભોની […]
૧૪ વર્ષીય બાળા માનકુવાથી ખત્રી તળાવ નિર્જન રસ્તે તેને એકલી પગે ચાલતી જોઈ માનવજ્યોતનાં કેરા રહેતા શ્રી સહદેવસિંહ જાડેજાએ તેની પૂછપરછ કરતાં તેણે ગામવડેલી તાલુકો શંખેડી જિલ્લો છોટા ઉદેપુર જણાવ્યું હતું. અને હાલ તે મીરઝાપરનાં પટેલની માનકુવા આવેલ વાડી ઉપર રહે છે. તેને એક ભાઈ અને એક બહેન છે. ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થતાં ભાઇ ભારાપરથી […]
કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડયા પાથર્યા રહેતા, જેનું અહીં કોઈ સગું-સાવકું નથી તેવા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ, શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે લઈ આવી, તેની દરેક વ્યવસ્થાઓ કરી, તેને સારી સારવાર આપી, તેનું ઘર શોધી આપી, ઘર સુધી પહોંચાડવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા દ્વારા ઘણાં વર્ષોથી કરવામાં આવે છે. છેલ્લા ૩ વર્ષમાં માનવજ્યોત સંસ્થાએ ૪00 માનસિકદિવ્યાંગોને […]









