કચ્છનાં વડીલ એવા પૂ.કાકા શ્રી કાંતિસેનભાઈ શ્રોફનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ આપવામાં આવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજને તેઓશ્રીનું માર્ગદર્શન અને અનુદાન મળતું રહ્યું હતું. બાળશ્રમયોગીઓને અક્ષરજ્ઞાન પ્રવૃત્તિમાં ઉંડો રસ લઈ અવાર-નવાર આવા બાળકોની જરૂરિયાત પૂરી કરતા, તેમજ સંસ્થાની શાળાની પણ મુલાકાત લેતા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષીએ […]
Author Archives: Admin Manavjyot
ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી આદિનાથ મહિલા મંડળ વર્ધમાનનગર-કચ્છના સહયોગથી ૩૦૦ લોકોને સકરટેટી તથા કલીંગરનું વિતરણ કરવામાં આવેલ. વર્ધમાનનગર નોર્થનાં શ્રી આદિનાથ મહિલા મંડળનાં બહેનોએ વહેલી સવારે ઉઠી સકરટેટી તથા કલીંગરને સમારી ફળ-ફુટ તૈયાર કરી આપેલ. લોકોને કાગળની ડીસોમાં આ ફળ-ફુટ ચમચી સાથે આપવામાં આવેલ. અનેક લોકોનો જઠારાનિ ઠર્યા […]
શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રામ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા કોરોનાં સંકટમાં ભૂખ્યાને ભોજન આપવા માટે બે હજાર કિલો ઘઉં, એક હજાર કિલો ચોખા, બસો દશ […]
મહેશ્વરી સમાજનાં મહેશ સંપ્રદાયનાં મહાનધર્મગુરૂ, સ્પષ્ટ વક્તા અને ધાર્મિક લેખક માતંગ વેરશીભાઈ રામજીને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ આપવામાં આવી હતી. અનેક ધાર્મિક પુસ્તકોની રચના કરી, ધાર્મિક ગ્રંથોનું સર્જન કરી, સમગ્ર સમાજને જ્ઞાન પુરું પાડયું હતું. અનેકવિધ ધાર્મિક કાર્યો તેઓશ્રીનાં વરદ હસ્તે થયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ […]
ઉત્તરપ્રદેશ ગોસાઈમલ જિલ્લાનો ૧૩ વર્ષિય બાળક આર્યન સંદિપ ટ્રેન મારફતે અચાનક ભુજ રેલ્વે સ્ટેશને ઉતરતાં જ રેલ્વે સુરક્ષા દળનાં હાથમાં આવ્યો હતો. તે પ્રથમ વખત ઘર છોડી ટ્રેન મારફતે ભુજ સુધી પહોંચ્યો હતો. માનવજ્યોત સંસ્થાને જાણકારી મળતાં જ સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા રફીકબાવાએ બાળકનો રેલ્વે સુરક્ષા દળ પાસેથી કબ્જો લઈ, બાળકનું કોરોના ટેસ્ટ કરાવી બાળકને […]
ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રમજીવીક પરિવારોને પીવા છાસ મળે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સતત બીજા મહિને છાસ વિતરણ કાર્ય ચાલુ રખાયું છે. દરરોજ ૩૦૦ લીટર છાસ વિતરણ કરવામાં આવે છે. ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં મજુરો-શ્રમજીવીકોને નમક, જીરાવાળી ઠંડી છાસ પીવડાવવામાં આવે છે. નિઃશુલ્ક છાસ વિતરણ ૩ મહિના ચાલુ રહેશે. સંસ્થાનું હરતું ફરતું વાહન […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના મહામારી સંકટ વચ્ચે દર્દીઓની શ્વાસો શ્વાસની ઓકિસજન સ્થિતિ સુધારવા, આયુર્વેદીક ઉપચાર રૂપે લવીંગ-કપૂર-અઝમાનું પાવડર બનાવી મિશ્ર કરી બનાવવામાં આવેલ સાત હજાર પાઉચ વિતરણ કરવામાં આવ્યા હતા. જે સુંધવાથી રાહત મળે છે. તેમજ શ્વાસ પ્રક્રિયામાં સુધારો થાય છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા કોરોના સંકટ વચ્ચે જરૂરતમંદ લોકોને ભોજન કરાવવામાં આવેલ. સ્વૈચ્છિક લોકડાઉન વચ્ચે ભૂખ્યા લોકોને ભોજન કરાવવામાં આવેલ. હરતા ફરતા વાહન સાથે શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને ભોજન પીરસવામાં આવેલ. પેરાલીગલ વોલન્ટીયરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા રફીક બાવાએ વ્યવસ્થા સંભાળી હતી.
સેવાપ્રેરક મહિલા અગ્રણી અમરબાઈ માવજી ગોરસિયા બળદીયા હાલે ભુજનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અંજલિ અપાઇ હતી. માવજી દેવરાજ ગોરસિયા પરિવાર દ્વારા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. તાજેતરમાં માનવજ્યોત સંસ્થાને આ પરિવાર દ્વારા નવું વાહન અર્પણ થયેલ. પરિવારનાં મોભી માતુશ્રી અમરબેનને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, […]
ભયંકર કોરોના મહામારી સંકટમાં પણ લોકો પક્ષીઓની ચિંતા કરવા લાગ્યા. અબોલા પક્ષીઓ માટે પણ લોકોએ પીવાનાં પાણીની વ્યવસ્થા કરી જીવદયાનું અતિ ઉત્તમકાર્ય હાથ ધર્યું છે. કોરોનાં સંકટમાં જીવદયા પ્રેમીઓ પક્ષીઓની સેવામાં જોડાયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આપવામાં આવેલા કુંડા અને ચકલીઘરો વૃક્ષો ઉપર લગાડી પક્ષીઓને પણ ચણ-પાણીની વ્યવસ્થા કરી આપી. તેમજ ચકલીઓને રહેવા માટે […]






