ભુજનાં ભીડબજાર વિસ્તારમાંથી એક સ્માર્ટ મહિલા તેનાં ૧ મહિનાનાં બાળક સાથે મળી આવી હતી. રડી રહેલી મહિલાને જોઇ જૂની ભીડ બજારનાં બીડીનાં વેપારી સંદિપભાઇ ઠક્કરે માનવજ્યોતને જાણ કરતાં સંસ્થાનાં પ્રબોધ મુનવર, રફીક બાવાએ માનવજ્યોત કાર્યાલયે તેને લઇ આવી ભોજન કરાવી ૧૮૧ મહિલા હેલ્પલાઇનને જાણ કરતાં તેઓએ કાઉન્સીલીંગ કર્યું હતું. માનવજ્યોત તથા ૧૮૧ હેલ્પલાઇન મહિલાને મદદરૂપ […]
Author Archives: Admin Manavjyot
બિહારનો ૨૪ વર્ષિય યુવાન છોટેલાલ રખડતો-ભટકતો કચ્છનાં રાપર શહેર સુધી પહોંચ્યો હતો. ત્યાંની સેવાભાવી સંસ્થા ગ્રામસેવા સંગઠન-રાપરમાં તે થોડા સમય રહ્યો. સંસ્થાએ તેને ઘર સુધી પહોંચાડવા માનવજ્યોત સંસ્થા ભુજને સોંપ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધ નિમિત્તે પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થ માનસિક દિવ્યાંગોને વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભોજન કરાવવામાં આવી રહ્યું છે. માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા શ્રદ્ધાળુઓ શ્રી રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે પહોંચી રહ્યા છે. સોળ શ્રાદ્ધના સોળે દિવસ માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન, રંક બાળકોને ભોજન, ભૂખ્યાને […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. રંક બાળકો […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં ભૂમિદાતા સ્વ. વાસુદેવભાઇ રામદાસ ઠક્કરની ૧૨મી પુણ્યતિથિએ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું હતું. સ્વ. વાસુદેવભાઇની માનવસેવા જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મુળજીભાઇ ઠક્કર, રફીક બાવાએ ભાવાંજલિ આપી હતી.
મહારાષ્ટ્રનાં પૂના શહેર નજીકનાં ગોરેભંડુ ગામનો રાજુ સુભાષ રાઠોડ ઉ.વ. ૪૮ અઢી વર્ષ પહેલા અચાનક ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ એના કોઇ સમાચાર ન મળતાં પરિવારજનો ખૂબજ નિરાશ થયા હતા. ભુજનાં જુના બસ સ્ટેશન વિસ્તારમાંથી તેને રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે લઇ આવી ડો. જે.વી. પાટનકર પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. માનવજ્યોતનાં […]
પવિત્ર શ્રાવણ માસનો છેલ્લા દિવસ અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા પહોંચ્યા હતા. અને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી શ્રાવણી અમાસ ઉજવી હતી. પ્રવિણભાઇ રામજી હીરાણી, અમીષાબેન વિનોદ આઇયા, ગુલાબચંદ હિરરામશર્મા, સ્વ. વિક્રમસિંહ એન. ઝાલા પરિવાર, દિનેશભાઇ માવજી વેકરીયા, અમૃતબેન ગોરસીયા, ઉષાબેન ગોર-સુખપર, રામદેવસિંહ મહિપતસિંહ જાડેજા, નરપતદાન પ્રભુદાન […]
કોઠારા જી.ટી. હાઇસ્કુલમાં અભ્યાસ કરી ગયેલા ભુજ અને મુન્દ્રા, ગાંધીધામવિસ્તારમાં રહેતા શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિવારની એક બેઠક શ્રી સોમચંદભાઇ લોડાયા તથા શ્રી પ્રભાતસિંહ જાડેજાનાં મુખ્ય મહેમાન પદે એકમ-ભવન ભુજ મધ્યે યોજાઇ હતી. જેમાં કોઠારા ગોકુલદાસ તેજપાલ મેમોરીયલ હાઇસ્કુલમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થી ભાઇ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે શ્રી નરેન્દ્રભાઇ ગોરે સર્વેને મીઠડો આવકાર […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મહિલા સત્સંગ સભા યોજાઇ હતી. લતાબેન ઝાલા, ભાવિકાબેન ઝાલા, ભાવનાબેન ભુસા, ભગવતીબેન તથા જયશ્રીબેન ઝાલાએ ધર્મ પ્રવચનો આપતાં પવિત્ર શ્રાવણ માસનો મહિમા સમજાવ્યો હતો. ૪૦બહેનોએ ભાગ લીધો હતો. ભજન,કિર્તનનાં રંગે રંગાઇ સૌ બહેનો-રાસ-ગરબાથી નાચી ઝુમી ભક્તિમાં તરબોડ બન્યા હતા. સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ બહેનો પણ સભામાં […]
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ૩૨ વિધવા મહિલાઓને સિવણ મશીન તથા દરેકને રૂપિયા બે હજારની રાશનકીટ એક સગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી અર્પણ કરી જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચનાં મંત્રી તથા બેટી સુરક્ષાદળનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મુક્તા ગૌરી […]








