પશ્ચિમ બંગાળનાં બર્ધમાન જીલ્લાનાં કુલ્લી ગામનો યુવાન સબીર અબ્દુલ મનાંન ઉ.વ. ૨૮ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. જયાં માહિતી મળે ત્યાં પહોંચી જઇ પરિવારે તેને શોધવા રાત-દિવસ એક કર્યા હતા. પણ તેનો અતો-પતો નમળતાં પરિવાર ખૂબ જ દુ:ખી થયો હતો. તા. ૨૧-૭-૨૦૨૨ નાં માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવર તથા રફીકબાવાને તે ભુજનાં […]
Author Archives: Admin Manavjyot
વનખાતું, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ તથા માનવજયોતનાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે કરવામાં આવી હતી. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને ચિહ્ન જયુડીસીયલ મેજીસ્ટ્રેટ શ્રી આર.બી.સોલંકી સાહેબ, વનખાતાનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી વિજયસિંહ ઝાલા તથા માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનાં વરદ્હસ્તે લીંબડાનાં ૫૦ વૃક્ષોનું વાવેતરકરવામાં આવેલ. પ્રારંભે […]
કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા ૫ માનસિક દિવ્યાંગોને સારવાર અપાવી તેમનું ઘર શોધી આપી ઘર સુધી પહોંચતા કરાયા હતા. પૂનાનો પ્રેમચંદ, મુંબઇનો ઉમેશ, વલસાડનો મીર્તન પાવાગઢનો વિક્રમ, માળિયા પાસેનાં જશાપરનો નાથાલાલ આમ પાંચ યુવાનોને માનવજ્યોતની ટીમે તેમનાં ઘર સુધી પહોંચી જઇ પરિવારની ગુમ વ્યક્તિનો કબ્જો સોંપતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. આ […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી ૧૬ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં ૪ મળી ૨૦ માનસિક દિવ્યાંગોએ સ્વસ્થ બની ઘર તરફ પ્રયાણ કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સચિવ અને જયુડિશિયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલ સાહેબે, જયારે […]
માતા-પિતા વિહોણું સંતાન અને નાની પાસે રહેતો હિંમતનગરનો ૨૪ વર્ષીય યુવાન રાજેશ કાનાભાઇ પરમાર ગુમ થતાં તેનાં ૭૦ વર્ષીય નાની તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. માતા-પિતાનું અવસાન થતાં પુત્ર રાજેશ બચપણમાંજ માતા-પિતાનો પ્રેમ ગુમાવ્યો હતો. અને નાનીએ તેને ઉછેરીને મોટો કર્યો હતો. હિંમતનગરનાં બસ સ્ટેશનથી ૧ કિ.મી. નાં અંતરે પતરાવાળા મકાનમાં રહેતો આ પરિવાર […]
ભોજન સમારંભો, ધાર્મિક-સામાજિક પ્રસંગો તથા પ્રસંગોપાત વધી પડેલો મહાપ્રસાદ કે ભોજન ગરીબોનાં ઝુંપડે પહોંચાડતી માનવજ્યોત સંસ્થા ભુજને મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં આચાર્ય શ્રી જીતેન્દ્રીયપ્રિયદાસજીની પ્રેરણાથી દાતાશ્રી રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ માવજી વાગજીયાણી (ટપરીયા) પરિવાર કેરા-કચ્છ (મોમ્બાસા-કેન્યા) દ્વારા નવું છોટા હાથી વાહન અર્પણ કરાયું હતું. વાહનની ચાવી પૂ. આચાર્ય શ્રી જીતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે માનવજ્યોત સંસ્થા ભુજને અર્પણ […]
સખત ગરમી અને બળબળતા તાપ વચ્ચે લોકો અબોલા પશુ-પક્ષીઓની સેવા કરતા જોવા મળી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પશુ-પક્ષીઓને પીવા પાણી મળે એ માટે જાગૃત નાગરિકો અને જીવદયા પ્રેમીઓ ઠેર-ઠેર જીવદયાનું કાર્ય કરતા જોવા મળી રહ્યા છે. લખપત,અબડાસા, નખત્રાણા ત્રણે તાલુકાઓનાં ઘણા ગામોમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. લોકોએ વૃક્ષો ઉપર […]
કચ્છના પૂર્વ આઇ.જી. શ્રી એ.કે. જાડેજા સાહેબનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. જયારે તેઓશ્રી ભુજમાં આઇ.જી. તરીકે હતા ત્યારે માનવજ્યોત સંસ્થાની માનવસેવા,જીવદયા પ્રવૃત્તિઓમાં ઉંડો રસ લીધો હતો. પોતાના નિવાસ સ્થાને ચકલીઘરો-કુંડાઓ લટકાવી લોકોને જીવદયાનું કાર્ય કરવા પ્રેરણા આપી હતી. સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ તથા વિશ્વ કામદાર દિવસની ઉજવણીનાં ભાગરૂપે આશ્રમનાં માનસિક દિવ્યાંગોને, એકલા-અટુલા નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન -ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. ગાયોને ઘાસચારો પણ નાખવામાં આવેલ. શ્રમજીવીક વિસ્તારોમાં બરફ-જીરાવાળી ઠંડી છાસનું વિતરણ કરવામાં આવેલ. […]
ગુજરાત સ્થાપના દિવસ તથા વિશ્વ કામદાર દિવસ નિમિત્તે શ્રીમતી મંજુલાબેન મહેન્દ્રભાઇ સંગોઇ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ તથા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દિવ્યાંગો અને વૃદ્ધ વડીલો માટે ભુજ અને ગાંધીધામ રેલ્વે સ્ટેશને ઉચ્ચતમ કવોલીટીની રૂપિયા પચ્ચીસ-પચ્ચીસ હજારનાં ખર્ચે બે-બે વ્હીલચેરો મુકવામાં આવી છે. અર્પણ વિધિ પ્રસંગે ભુજ રેલ્વે સ્ટેશન મેનેજર શ્રી કે.કે. […]








