Author Archives: Admin Manavjyot

વેસ્ટ બંગાલનાં યુવાનનું 4 વર્ષે પરિવારજનો સાથે થયું ફેર મિલન

પશ્ચિમ બંગાળનાં ભૂપતિનગરનો યુવાન સુરજીત ઉ.વ . 24 ચાર વર્ષ પહેલાં ગુમ થયો હતો. આખરે તે રખડતો-ભટકતો ગુજરાતનાં સોમનાથનાં નિરાધારનો આધાર માનવસેવા આશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી. માનવજ્યોત સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને સાથે લઇ આવ્યા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ […]

ભુજના જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે કુંડા-ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભુજ કાર્યાલય સ્થળે કરવામાં આવી હતી. લોકજાગૃતિરૂપે કુંડા- ચકલીઘરોની સતત ડીમાન્ડ રહી હતી. લોકો સામેથી ચાલીને કુંડા-ચકલીઘર લેવા પહોંચ્યા હતા. શણગારેલા વાહન સાથે ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે સાઉન્ડ સીસ્ટમનાં સથવારે રાહદરીઓ-વાહનચાલકો તથા જાગૃત નાગરિકોને કુંડા તથા ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. વિશ્વ ચકલી […]

પાલારા સેવાશ્રમનાં આશ્રિતોને નવા વસ્ત્રો અર્પણ કરાયા

શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઇ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં 60 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને નવા ડ્રેસ અર્પણ કરાતાં સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. ગ્રુપનાં અધ્યક્ષ વિપુલ પટેલ તથા ઉપાધ્યક્ષ વિરેન્દ્ર લોડાયાનાં માર્ગદર્શન હેઠળ ગોવિંદજી પટેલ, પ્રબોધ મુનવર, પ્રવિણ મોતા તથા કાર્યકર ભાઇ-બહેનોએ ઉપસ્થિત રહી અર્પણ વિધિ સંભાળી હતી. […]

સાંસદશ્રીનાં જન્મદિને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

કચ્છ મોરબીનાં લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનાં જન્મદિન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનોને રેખાબેન ભગવતીભાઈ જોષી તથા મનીષભાઈ બારોટનાં સહયોગથી મિષ્ટાન સાથેનાં ભાવતાં ભોજનીયા જમાડવામાં આવેલ. આ પ્રસંગે ભાજપ કાર્યકરો હિતેશભાઈ ગણાત્રા, ભગવતીભાઈ જોષી, જયસિંહભાઈ પરમાર, કીરીટભાઈ રાઠોડ, ઉપસ્થિત રહી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું. માનવજ્યોતનાં પ્રબોધ […]

ઉત્તરાંચલનો યુવાન બે વર્ષે ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેરમિલન

ઉત્તરાંચલ રાજ્યનો યુવાન દનીશઅલી ઉ.વ. 25 બે વર્ષ પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધી ચલાવી હતી. પરિવારજનોએ તેની ખૂબ જ ચિંતા સેવી હતી. આખરે તે રખડતો-ભટક્તો અનેક રાજ્યોનાં શહેરો અને ગામડાઓમાંથી થઇને સોમનાથનાં “નિરાધારનો આધાર માનવસેવા આશ્રમ,, મધ્યે પહોંચ્યો હતો. સોમનાથ આશ્રમનાં સંચાલકોએ તેની ખૂબ જ સરભરા કરી સારવાર કરી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત […]

રાપરગઢવારી પ્રાથમિક શાળાનાં બાળકોને પર્યાવરણ જાગૃતિ અંગે સમજ અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શન હેઠળ જલારામ સેવા કેન્દ્ર તથા પર્યાવરણ જાગૃતિ ગ્રુ કોઠારાનાં સહકારથી શ્રી રાપરગઢવારી પ્રાથમિક શાળા મધ્યે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શાળાનાં મુખ્ય શિક્ષક ધીરજભાઇ ગુસાઇ તથા દામજીભાઇ ચૌહાણે બાળકોને પ્લાસ્ટીકનાં થેલી. ઝબલાનાં બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા તથા પર્યાવરણને બચાવવા સમજ પૂરી પાડી હતી. શાળાનાં બાળકોને કાપડની થેલીઓ, કુંડા-ચકલીઘર અર્પણ કરવામાં […]

છત્તીસગઢનાં ગુમ બે યુવાનો ઘર સુધી પહોંચ્યા રેલ્વે સ્ટેશને ઉતારવા પરિવારજનો હાજર રહ્યા

છેલ્લા 3 વર્ષથી ગુમ છત્તીસગઢના અલગ-અલગ પરિવારોનાં બે યુવાનોને તેમનાં ઘર સુધી પહોંચતા કરાયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજને ભુજ-માંડવી માર્ગો રોડ સાઇડ ઉપરથી નરેન્દ્ર નામનો એક યુવાન ઉ.વ. 35 મળી આવ્યો હતો. જે છત્તીસગઢનાં રાયપુર શહેરનો હતો. જયારે બીજો યુવાન મથુરામ ઉ.વ. 40 જીલ્લો કબડથાને સોમનાથનાં નિરાધારનો અધાર અશ્રમમાંથી લઇ આવવામાં આવેલ. શ્રી રામદેવ સેવાશ્રમ […]

મધ્યપ્રદેશની મહિલા 3 વર્ષે ઘરે પહોંચી પરિવાર સાથે થયું ફેર મિલન

મધ્યપ્રદેશનાં અલીરાજપુર જીલ્લાની 65 વર્ષીય મહિલા ગુમ થતાં પરિવારજનોએ તેની ખૂબ જ ચિંતા સેવી હતી. ઘરથી બજાર જવા નીકળી હતી અને ગુમ થઇ ગઇ. માનસિક સમતુલા ગુમાવતાં તે ટ્રેનમાં બેસી ગઇ હતી. અનેક રાજ્યોમાં તે રખડતી-ભટકતી રહી હતી. આખરે તે ગુજરાતનાં બાયડ શહેરનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ આશ્રમે પહોંચી હતી. ત્યાંનાં સંચાલકોએ […]

હૈદ્રાબાદ શહેર પોલીસ કમિશ્નર આંધ્રની ૪ માનસિક દિવ્યાંગ મહિલાઓને મદદરૂપ બન્યા. હૈદ્રાબાદથી ટીમ ભુજ આવી પહોંચી

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બાયડનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજસેવા ટ્રસ્ટ સંસ્થાની ૪ મંદબુદ્ધિ મહિલાઓને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેમની સારવાર શરૂ કરવામાં આવી. ઘર શોધવાનાં ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા. આ ચારે મહિલાઓ આંધ્રપ્રદેશ, તેલંગના રાજ્યોની હોતાં ત્યાંની પોલીસ અને સંસ્થાની મદદ લેવામાં આવી. છેલ્લે હૈદ્રાબાદ શહેર પોલીસ […]

વસંતપંચમી દિને વધી પડેલી રસોઇમાંથી 3 હજાર લોકો ભરપેટ જમ્યા

વસંત પંચમી દિને લગ્નો નિમિત્તે ઠેર-ઠેર ભોજન સમારંભો યોજાયા હતા. જેની વધી પડેલી રસોઇ લઇ જવા માટે માનવજ્યોત સંસ્થાને ફોન આવ્યા હતા. સંસ્થાએ વધી પડેલી રસોઇ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે વતરણ કરતાં 3 હજાર થી વધુ ગરીબો લોકો ભરપેટ જમ્યા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, અક્ષય મોતા, દીપેશ ભાટીયા, પ્રતાપ ઠક્કર […]