Activities, News/Events
કોઠારા હાઇસ્કુલનાં ભૂતપૂર્વ છાત્રોની ભુજમાં બેઠક યોજાઇ શાળા જીવનનાં નિઃસ્વાર્થ સબંધોની યાદ તાજી કરાઇ
કોઠારા જી.ટી. હાઇસ્કુલમાં અભ્યાસ કરી ગયેલા ભુજ અને મુન્દ્રા, ગાંધીધામવિસ્તારમાં રહેતા શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિવારની એક બેઠક શ્રી સોમચંદભાઇ લોડાયા તથા શ્રી પ્રભાતસિંહ જાડેજાનાં મુખ્ય મહેમાન પદે એકમ-ભવન ભુજ મધ્યે યોજાઇ હતી. જેમાં કોઠારા ગોકુલદાસ તેજપાલ મેમોરીયલ હાઇસ્કુલમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થી ભાઇ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભે શ્રી નરેન્દ્રભાઇ ગોરે સર્વેને મીઠડો આવકાર આપ્યો હતો. શ્રી પ્રભાતસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. અને આગામી વર્ષ ૨૦૨૨માં સ્નેહમિલન માટે કોઠારા ગામે તમામવ્યવસ્થાઓ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
અતિથિવિશેષપદ ભુજનાં નગરસેવક શ્રી મનુભાભાઇ જાડેજા, વાડીલાલ પોકાર, પ્રવિણસિંહ જાડેજા, મધુકાન્ત શાહ, રમેશ ઠક્કર, મહેશ લાલકા, મહેશ કતિરા, લહેરચંદ ખોના, સરલાબેન જોષી, કિર્તીદાબેન અબોટી, ભાનુબેન ગોરે શોભાવ્યું હતું.
શ્રી સોમચંદભાઇ લોડાયાએ જણાવ્યું હતું કે, સમય સાનુકુળ હશે તો કોઠારા જી.ટી.હાઇસ્કુલ વર્ષ ૧૯૬૪ થી ૨૦૦૦ બેચનાં સર્વે ભૂતપૂર્વ છાત્રોનું ત્રિદિવસીય સ્નેહમિલન કોઠારા ગામે યોજાશે.શાળા જીવનનાં નિઃસ્વાર્થ સબંધોની યાદ તાજી કરાવવામાં આવેલ.
રાકેશ વાઘેલા, કિરણ દરજી, વિક્રમસિંહ જાડેજા, કિરીટ રૂપારેલ, શૈલેશ માણેક, અશોક પોમલ, હસમુખ અબોટી “ચંદન’ દિનેશ આર. શાહ, નિકુંજ ભટ્ટ, સુકેતુ રૂપારેલ, વસંત ગોર, હસમુખ એચ. ભટ્ટ, મણીલાલ આર. શાહ, ટોકરશીં જોબનપુત્રા, ઇબ્રાહિમભાઇ સોનારા, સાલેમામદભાઇ, રમેશ ડાભી, અનીલ ડાભી, રતનજી સોઢાએ સ્નેહમિલન અંગે જરૂરી સૂચનો કરેલ.
કાર્યક્રમનું સંચાલનપ્રબોધ મુનવર તથા નરેન્દ્ર ગોરે કરેલ. જયારે આભાર દર્શન જગદીશ ગોર શરમાળે કરેલ.

