યુ.એસ.એ. સ્થિત ભુજપુર-કચ્છનાં દાતાશ્રી રમેશભાઈ મગનલાલ દેઢીયા પરિવાર દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાનાં સ્ટાફ-કર્મચારીઓને રોકડ-મીઠાઈ-ફરસાણ અર્પણ કરવામાં આવતાં આવા પરિવારોએ પણ દિપાવલી પર્વે ખુશી મનાવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સ્ટાફ સર્વેને આ દાતાશ્રી દ્વારા રૂા. ૧૦૦૦ રોકડા
કવર, એક કિલો મીકસ મીઠાઇ તથા સવા કિલો ફરસાણ અર્પણ કરાયું હતું. આજ દાતાશ્રી દ્વારા કચ્છની વિવિધ સંસ્થાઓના કર્મચારીઓને રોકડ કવર, મીઠાઇ, ફરસાણ અર્પણ કરાયા હતા.
વ્યવસ્થા વિનોદભાઈ પીઠડીયા, કિરણભાઈ ગોસ્વામી, ધવલ ગંગરે સંભાળી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.

