બિહારનાં ભાગલપુર જીલ્લાનો યુવાન રાજીવકુમાર મહેન્દ્ર મંડલ ઉ.વ. ૫૦ ગ્રેજ્યુએટ યુવાન રાંચી મેન્ટલ હોસ્પિટલમાંથી વર્ષ ૨૦૧૮ માં અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામડાઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. પરિવારજનોની મુશ્કેલી વધી હતી.
તા. ૧૯-૪ નાં ને નરા પોલીસને મળી આવ્યો હતો. નરા પોલીસ સ્ટેશનનાં શાન્તીભાઇ ગોવિંદભાઇ મહેશ્વરીએ તેને માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડ્યો હતો. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ બિહાર પોલીસનો સંપર્ક કરી તેનું ઘર-પરિવાર શોધી કાઢ્યા હતા.
તેનાં ભાઇ અનુરાગ તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છ સ્થળેથી તેનો કબ્જો તેના ભાઇને સોંપાતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી. બંને ભાઇઓ એક બીજાને ભેટી પડ્યા હતા. આખરે તે પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. તેની ઉંમર ૫૫ વર્ષ થઇ ચૂકી છે. પાંચ વર્ષ પછી પરિવારજનો સાથે મિલન થતાં પરિવારજનો એ તેને આવકાર્યો હતો. અને ખુશી મનાવી હતી.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કર, જયેશ લોડાયા, પંકજ કુરવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો.