શ્રી રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે જન્મદિનોની અનોખી ઉજવણી કરાઇ

કોરોના મહામારી સંકટથી પેદા થયેલ પરિસ્થિતિ વચ્ચે લોકોએ પણ સમયસૂચકતાને ધ્યાને લઈ ખોટા ખર્ચથી દૂર રહી, લક્ષ્મીને જરૂરતમંદ લોકોનાં ઉપયોગમાં સદ્ માર્ગે વાપરી સમાજને અનોખા ઉદાહરણ પૂરા પાડી જન્મદિનની ઉજવણીને સાર્થક બનાવી છે. 

દેવ જીગર છેડા- ભુજ, વ્રેહાન પરિન લોડાયા-ગાંધીધામ, ડિયાન્સ ભાવિન ઠક્કર-મુન્દ્રા, વૈભવ દિપક પટ્ટણી-ભુજ, ચેતન શીવજી ભાટિયા-ભુજ, રેખાબેન ઉદયસિંહ ગોહિલ-ભુજ, જેમીન રાજેશ કેરાઈ-સૂરજપર, વિરેનભાઈ કે. શેઠ-આદિપુર, ટવીસા હેમશાહ-ભુજ, અશ્વી રશ્મીન હંસોરા-સુખપરે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફરસાણ સાથેનું ભરપેટ ભોજન કરાવીને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. 

જન્મદિનની પાર્ટી કે ખોટા ખર્ચથી દૂર રહી આ પરિવારોએ પોતાનો જન્મદિવસ સત્કાર્યો કરી આનંદ-ઉમંગે ઉજવ્યો હતો. જેની સમગ્ર સમાજે નોંધ લીધી હતી. 

જન્મદિવસે માનસિક દિવ્યાંગોને ભોજન, વૃદ્ધ વડીલોને ભોજન, રંક બાળકોને ભોજન, અનાથ બાળાઓને ભોજન જમાડી તથા જીવદયાના કાર્યો કરી, ઉજવણીની દિશા બદલી લોકો સત્કાર્યો તરફ વળ્યા છે. 

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, મુરજીભાઈ ઠક્કર, અરવિંદભાઈ ઠક્કર, સહદેવસિંહ જાડેજા, કરશનભાઈ ભાનુશાલી, પ્રવિણ ભદ્રા, લવભાઈ ઠક્કર વ્યવસ્થા સંભાળી રહ્યા છે.