સિદ્ધરાજસિંહ ફલુભા ઝાલાનાં પૌત્રી, ડો. જયવીરસિંહ સિદ્ધરાજસિંહ ઝાલાના પુત્રી કાવ્યશ્રીબાનાં જન્મદિનની પરિવારજનોએ અનોખી ઉજવણી કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
શ્રી સિદ્ધરાજસિંહે દશ વર્ષ પહેલા ૬ હજાર વૃક્ષો પોતાના બોરનાં પાણીથી જાત મહેનતે ઉછારેલ. ભુજ સીટી વિસ્તારનાં ૯ વન પૈકી પાંચ નંબરનું વન સિદ્ધરાજસિંહે જાત મહેનતથી બનાવેલ છે. તેમજ પક્ષીઓ માટે સ્વ ખર્ચે ચબૂતરો બનાવી રહ્યા છે. પશુઓ માટે અવાડો પણ બનાવેલ છે.
કાવ્યશ્રીબાનાં જન્મદિને સમાજવાસીઓની ઉપસ્થિતિમાં માનસિક દિવ્યાંગોનાં ભોજન તથા એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને ટીફીન સેવા માટે ભુજની માનવજ્યોત સંસ્થાને અગિયાર હજાર એકસો અગિયારનો ચેક અર્પણ કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર માન્યો હતો.

