Activities, News/Events
માનવજ્યોત દ્વારા પિતૃઓના મોક્ષ અર્થે પિતૃયજ્ઞ યોજાયો
શ્રી ગોસ્વામી મહિલા મંડળ માધાપર-કચ્છ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને શ્રાદ્ધનિમિત્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ.
ગોસ્વામી મહિલા મંડળ માધાપરનાં પ્રમુખ સાવિત્રિબેન ગોસ્વામી, ગીતાબેન, જોશનાબેન ,ભાવનાબેન, હીનાબેન સહિતનાં હોદેદારોએ શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લઇ ખુશી વ્યક્ત કરી હતી અને મસ્તરામોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી.
આશ્રમસ્થળે શ્રાદ્ધપક્ષ નિમિત્તે સ્વજનોની આત્માની શાંતિ માટે પિતૃઓનાં મોક્ષ માટે પિતૃયજ્ઞ કરાવવામાં આવેલ. દિપક મારાજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરાવ્યા હતા. ગોસ્વામી મહિલા મંડળનાં સર્વે બહેનોએ યજ્ઞમાં ભાગ લઇ પિતૃઓનાં આત્માની શાંતિ માટે શુધ્ધમનથી પ્રાર્થના કરી હતી.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, શંભુભાઇ જોષી, આનંદ રાયસોનીએ સૌને મીઠડો આવકાર આપી માનવજ્યોતની કચ્છમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
સરલાબેન ગોસ્વામી, પ્રિતિબેન, દક્ષાબેન, રશ્મીબેન, દિપાબેન તથા મહિલા મંડળનાં સર્વે સભ્યોએ સાથે મળી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.
વ્યવસ્થામાં પંકજ કુરૂવા, મહેશ ઠક્કર, બાબુલાલ જેપાલ, વાલજી કોલી, મનીષ મારાજ, દિલીપ લોડાયા તથા નવલબેને સહકાર આપ્યો હતો.

